ત્રણ વર્ષથી રાજકોટની આ બાળકી અસહ્ય દુઃખ થી પીડાતી હતી, ઓપરેશન બાદ પરિવારના લોકો ચોંકી ઊઠ્યા

રાજકોટમાં ખૂબ જ ચોંકાવનારી ઘટના આજે આપણને જોવા મળે છે જે રાજકોટ ની અંદર ત્રણ વર્ષની નાની બાળકી અસહ્ય દર્દથી પીડાઈ રહી હતી. દીકરીને ત્રણ વર્ષ બાદ આ દુઃખમાંથી આરામ મળ્યું છે. દીકરી જ્યારે નાની હતી ત્યારે તે સમયે અચાનક નાકના કેર્યોન ફસાઈ ગઈ હતી.

તે સમયે પરિવારને આ વિશે બિલકુલ પણ જાણ હતી નહિ. દીકરીને નાક માં દુખાવો થતા પરિવારજનો તાત્કાલિક ધોરણે ડોક્ટર જોડે લઈ ગયા હતા. પરંતુ ડોક્ટરની દવા ની કોઈ અસર જોવા મળતી ન હતી અને દિવસે દિવસે દીકરીને દુખાવો ખૂબ જ વધી ગયો હતો.

પરિવારજનો દ્વારા ત્રણ વર્ષ સુધી અલગ અલગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ કોઈ વ્યક્તિને તેની જાણ ન હતી કે તેની નાકમાં કોઈ વસ્તુ ફસાઈ ગઈ છે.

ત્યારબાદ રાજકોટમાં આવેલ એક હોસ્પિટલમાં તેનું ઓપરેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું જેથી ઓપરેશન કરતા દરમિયાન નાક માંથી બે ટૂકડા નીકળ્યા હતા. આ ટુકડા નાના બાળકો કલર કરવા માટે ઉપયોગમાં લે છે તે હતા. આ વાતની જાણ પરિવારને થતા પરિવાર ખૂબ જ હેરાન થઈ ગયું હતું.

 

 

બાળકીના નાક માં છેલ્લા ત્રણ વર્ષથી આ ટુકડા ફસાઈ જવાના કારણે પરિવારના લોકો તેમજ દીકરી અસહ્ય દર્દથી પીડાઈ રહી હતી તેમ જ આજે દીકરીના દુઃખ દૂર થતાં પરિવારજનોમાં આજે ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને પરિવાર સાથે વાતચીત કરતાં માહિતી મળી રહી છે કે તેમનું કહેવું છે કે તે પોતાના બાળકને ચોક્કસ પણે રમતી વખતે ધ્યાન રાખવું જોઇએ અને તેમાં ખાસ કરીને નાના બાળકોનું.

Leave a Reply

Your email address will not be published.