ટાટા એ લોન્ચ કરી તેની સૌપ્રથમ ઈલેક્ટ્રીક કાર, આ કારની ખરીદી પર પ્રાપ્ત થશે ૧.૬૨ લાખની સબસીડી

મિત્રો , હાલ ટાટા મોટર્સ દ્વારા પોતાની સૌપ્રથમ ઈલેક્ટ્રોનિક કાર લોન્ચ કરવા મા આવી છે. આ ભારત ની ટાટા કમ્પની દ્વારા કાર નુ ઈલેક્ટ્રોનિક વર્ઝન હાલ ભારત મા મા લોન્ચ કર્યુ છે. આ ઈલેક્ટ્રિક કાર ને ટીંગોર નામ આપવા મા આવ્યુ છે. આ ઈલેક્ટ્રીક કાર મા ૧.૬૨ KWH બેટરી લગાવવા મા આવેલી છે અને આ બેટરી સંપૂર્ણપણે ચાર્જ થઈ જાય એટલે આ ગાડી નિરંતર ૧૪૨ કિલોમીટર સુધી ની યાત્રા કરાવી શકે છે.

ટાટા દ્વારા આ કાર પર હાલ ૩ વર્ષ ની વોરન્ટી પણ આપવા મા આવી છે. આ ટાટા ટીગોર ઈલેક્ટ્રિક કાર ની એક્સ શોરૂમ વેલ્યૂ ૯.૯૯ લાખ થી શરૂ થાય છે. આ કાર ને બે વેરિએન્ટ લોન્ચ કરવા મા આવી છે. આ કાર નુ XM વેરિએન્ટ ૯.૯૯ લાખ મા તથા XT ૧૦.૯૯ લાખ મા મળે છે. ફેમ ૨ સ્કિમ અંતર્ગત આ કાર પર ૧.૬૨ લાખ ની સબસીડી પણ પ્રાપ્ત થાય છે. સબસીડી વગર આ કાર નુ મૂલ્ય ૧૧.૬૧ લાખ તથા ૧૧.૭૧ લાખ જેવુ થાય છે.

આ ટાટા ટીગોર ઈવી માત્ર ઓપરે રેસ તથા ટેક્સી બાયર્સ માટે ઉપલબ્ધ રહેશે. આ કાર ની ખરીદી પ્રાઈવેટ બાયર્સ કરી શકશે નહી. ટાટા ટીગોર ઈવી ના XT વેરિએન્ટ , આ તમે ૧૪ ઈંચ ના વ્હીલ્સ તથા ઈકેક્ટ્રિક ઓ.આર.વી.એમ મેળવી શકશો. ટાટા ટીગોર ના બંને વેરીએન્ટ મા ક્લાઈમેટ કન્ટ્રોલ , પાવર વિન્ડોઝ , બ્લૂટુથ કનેક્ટિવિટી તથા હારમન ઓડિયો સિસ્ટમ , હાઈટ એડજેસ્ટેબલ ડ્રાઈવર સીટ ,એડજેસ્ટેબલ ફ્રન્ટ હેડરેસ્ટ વગેરે ફિચર્સ મેળવી શકશો. આ ફિચર્સ બંને વેરિએન્ટ મા કોમન છે.

ટાટા ટીગોર ઈવી ૭૨ V , ૩ ફેઝ મા એસી ઈન્ડકશન મોટર માટે ૪૧ એચ.પી પાવર તથા ૧૦૫ એન.એમ ટોર્ક જનરેટ કરે છે. ટાટા મોટર્સ નો દાવો છે કે આ ટીગોર ૧૨૨ સેકન્ડ મા ૬૦ પ્રતિ કિ.મી ની ઝડપ પકડી શકે. આ ગાડી ની મહતમ ઝડપ ૮૦ કિ.મી પ્રતિ કલાક છે તથા આ ગાડી નો ટોટલ વજન ૧૫૧૬ કિગ્રા જેટલો છે. ઈલેટ્રિલક મોટર ૧૬.૨ KWH નો બેટરી પાવર જનરેટ કરશે. એક વખત સંપૂર્ણપણે ચાર્જ થઈ ગયા બાદ તમે સરળતા થી ૧૪૨ કિ.મી. ની રેન્જ કાપી શકશો.

સામાન્ય રીતે ૩૬૦ મિનિટ એટલે કે ૬ કલાક મા ૮૦ ટકા જેટલુ ચાર્જ થઈ જાય છે. જ્યારે ૧૫ KWH મોડેલ મા ફાસ્ટ ચાર્જર ની સહાયતા થી ૯૦ મિનિટ મા ૮૦ ટકા જેટલુ ચાર્જ થઈ જાય છે. આ ટાટા ટીગોર તમને સફેદ , સિલ્વર તથા બ્લૂ કલર મા ઉપલબ્ધ થઈ રહેશે. આ ગાડી મા બેઝીક સેફટી ઈકવીપમેન્ટસ જેમ કે , ડયુઅલ ફ્રન્ટ એરબેગ્સ , પાર્કિંગ સેન્સર વગેરે જેવા ફિચર્સ સમાવિષ્ટ છે. આ ગાડી મા હાલ કંપની દ્વારા ૩ વર્ષ ની વોરન્ટી પૂરી પાડવા મા આવી રહી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *