થઈ જાઓ તૈયાર મેઘરાજાની પધરામણી માટે : 5 દિવસમાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિત આટલી જગ્યા પર કડાકા-ભડાકા સાથે થશે વરસાદ

રાજ્યના હવામાન વિભાગે વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ દરમિયાન આ જગ્યાઓએ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય શકે છે. સાથે જ ભારે ગાજવીજ સાથે વરસાદ પણ થશે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે સૌરાષ્ટ્રમાં અમરેલી, સુરેન્દ્રનગર સહિત સુરત અને અમદાવાદમાં પણ ભારે કડાકા ભડાકા સાથે વરસાદ થઇ શકે છે.

કાળઝાળ ગરમીથી પરેશાન થયેલા લોકો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તેવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસમાં જ રાજ્ય વરસાદનું આગમન થઇ જશે. આગામી પાંચ દિવસમાં વાતાવરણમાં પલટો નોંધાયો છે અને સવારથી જ વાતાવરણ વાદળછાયું રહેશે.

હવામાન વિભાગે કહ્યું છે કે આગામી પાંચ દિવસ માટે આકાશમાં વાદળો ઘેરાયેલા રહેશે. સાથેજ અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ થઇ શકે છે પરંતુ આ સમય દરમિયાન બફારો પણ વધારે રહેશે. જોકે સુરેન્દ્રનગર ખાતે વરસાદનું આગમન થઈ ચૂકયું હતું.

મહત્વનું છે કે કેરળમાં ચોમાસું બેસી ગયું છે અને હવે તે ઝડપથી આગળ વધી રહ્યું છે. તેવામાં રાજ્યભરમાં ગઇકાલથી જ વાતાવરણમાં પલટો નોંધાયો હતો. ગઈકાલે રાજ્યના કેટલાક શહેરોમાં વરસાદ પણ નોંધાયો હતો.

સાવરકુંડલા બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ નોંધાયો હતો. આવું જ વાતાવરણ આગામી પાંચ દિવસ સુધી યથાવત રહેશે. હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલીમાં સામાન્ય વરસાદ થઇ શકે છે. જોકે અમરેલીમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ હોય તે પહેલાં જ ધોધમાર વરસાદ વરસી ચૂક્યો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસમાં ભાવનગર સુરેન્દ્રનગર અમરેલીમાં રાતના સમયે પણ વરસાદ થઇ શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક શહેરોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના કારણે વાતાવરણમાં પલટો નોંધાશે. જેના કારણે આગામી પાંચ દિવસ દરમિયાન ગરમીનો પારો ત્રણથી ચાર ડિગ્રી જેટલો ઘટશે અને ગરમીથી રાહત મળશે.

જોકે વરસાદની સત્તાવાર શરૂઆત થાય તે પહેલા રાજ્યમાં અલગ અલગ જગ્યાએ બનેલી ત્રણ ઘટનામાં ત્રણ લોકોના મોત વીજળીના કારણે થયા હતા.

Leave a Reply

Your email address will not be published.