ઠંડી હવા મેળવવા માટે વ્યક્તિએ કર્યો દેશી જુગાડ, વાયરલ વિડીયો જોઈ તમારું માથું ભમી જશે

ભારત જુગાડ માટે જાણીતો છે. દેશમાં એવી એવી પ્રતિભા છુપાયેલી છે જે ગમે તે કરી શકે છે. ઘણા લોકો એટલા મોટા કલાકારો છે કે તેમને જોઈને સારા એન્જિનિયરોની પણ હાલત ખરાબ થઈ જાય છે.

સ્વાભાવિક વાત છે કે કોઈ ને કોઈ સમયે તમે આવી કોઈ જુગાડબાજી જરૂર કરી હશે, જેના ઘણા લોકોએ વખાણ કર્યા હશે. આ દિવસોમાં પણ આવો જ એક વીડિયો લોકોમાં ચર્ચામાં છે, જ્યાં એક કુલર દ્વારા રૂમને શિમલા જેવી ઠંડક આપવા માટે કોશિશ કરવામાં આવી છે. જેને જોયા પછી તમે પણ કહેશો, ‘પૃથ્વી પર એવી કોઈ સમસ્યા નથી, જેનું સમાધાન ભારતમાં ન હોય.’

ભારતમાં ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને ગરમી પણ એવી કે પંખાથી રાહત થઈ રહી નથી. એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે. તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. આવા સંજોગોમાં સામાન્ય માણસનો સહારો તો કુલર જ હોય ​​છે, પરંતુ જો ઘરમાં એક જ કૂલર હોય અને બધા રૂમમાં હવાની જરૂર હોય તો?

 

View this post on Instagram

 

A post shared by sombir nirankari (@sombir_nirankari)

આવી સ્થિતિમાં જુગાડ જ કામ કરી શકે છે. આજકાલ આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં કુલર દ્વારા તમામ રૂમમાં હવા પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

વાયરલ થઈ રહેલી આ ક્લિપમાં તમે જોઈ શકો છો કે એક કૂલરને મોઢા પાસે અનેક બોરીઓ જોડીને એક નાની બારી તરફ શિફ્ટ કરવામાં આવી છે, જેથી હવા અહીં-ત્યાં જવાને બદલે બોરીઓમાં થઈને બારીમાંથી સીધી રૂમમાં જતી રહે. ગરમીથી રાહત મેળવવાની અજીબોગરીબ રીત જોઈને દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જાય છે.

આ અદ્ભુત જુગાડને ઇન્સ્ટાગ્રામ પર sombir_nirankari નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. સેંકડો યુઝર્સે આ જુગાડ વિશે તેમના પ્રતિભાવો આપ્યા છે. એક યુઝરે લખ્યું છે – આ ખરેખર સમસ્યાનો ઉકેલ નથી, આ અભાવની નિશાની છે. અન્ય એક યુઝરે લખ્યું છે – જરૂરિયાત તમને આવી શોધ તરફ દોરી જાય છે. આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ અંગે પોતાનો પ્રતિભાવ આપ્યો છે.

Leave a Reply

Your email address will not be published.