થાણે-નાશિકમાં નમાઝ દરમિયાન લાઉડસ્પીકર પર વગાડવામાં આવી હનુમાન ચાલીસા, 7 હિન્દુ મહિલાઓની થઈ ધરપકડ

મહારાષ્ટ્ર માં હિંદુ અને મુસ્લિમ વચ્ચે ખૂબ જ ગંભીર વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજ ઠાકરે ઉપર ભડકાઉ ભાષણ આપવા માટે કેસ કરવામાં આવ્યો છે. ત્યારબાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના વાળા ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યા છે.

રાજ ઠાકરેના કહેવા મુજબ સવારે પાંચ વાગ્યે નમાઝ માં સમયે લાઉડ સ્પીકરની હનુમાન ચાલીસા વગાડવામાં આવી હતી, એટલું જ નહીં નાશિકમાં પણ સવારે હનુમાન ચાલીસા જોરજોરથી વગાડવામાં આવ્યું હતું.

રાજ ઠાકરે નો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે હિન્દુ ઓ ને ભેગા થઈ ને પોતાની તાકાત બતાવી જોઈએ. અને કહેવામાં આવી રહ્યું છે કે રોજ સવારે હનુમાન ચાલીસા વગાડવામાં આવશે.

દેશમાં અનેક જગ્યા ઉપર શોર શરબો કરવા માટે પ્રતિબંધ લગાવેલ છે. જેમકે શાળા, મંદિર, હોસ્પિટલ તેમ છતાં આ લોકો દ્વારા લાઉડ સ્પીકર વગાડવા માં આવે છે જો લાઉડ સ્પીકરનો અવાજ થી હેરાન થતાં હોય તો પોલીસ નો સંપર્ક કરો અને એફઆઈઆર દાખલ કરો.

હાઇકોર્ટ દ્વારા કેટલાક નિયમો બનાવેલ છે જેમકે મંદિરમાં વધુ અવાજ ન કરી શકીએ, વધુમાં વધુ એક મિક્સર જેટલો અવાજ કરે છે તેટલો જ આવાજ આપને ત્યાં કરી શકીએ છીએ. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના નું કહેવું છે કે લાઉડ સ્પીકર માનસિક રીતે હેરાન કરી શકે છે. રાજ ઠાકરે જણાવ્યું કે બધા હિન્દુ ને જેલમાં પૂરી દે એવડી મોટી જેલ હજુ સુધી ભારતમાં બની જ નથી.

Leave a Reply

Your email address will not be published.