થોડા દિવસ પહેલા હાર્દિક પટેલના પોસ્ટર પર કાળી શાહી લગાવનાર ધનજી પટેલ ની ગાડીને અસામાજિક તત્વોએ અડધી રાતે સળગાવી દીધી

છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પટેલ સોશ્યલ મીડિયા પર ખૂબ જ ચર્ચામાં જોવા મળી રહ્યા છે અને થોડા દિવસ પહેલા મહેસાણા જિલ્લાના ઊંઝામાં હાર્દિક પટેલના પોસ્ટરો પર કાળી શાહી લગાવનાર ધનજી પટેલ ની ગાડી માં અચાનક કાલે આગ લાગી ને સળગી ઉઠી હતી. ધનજી પટેલે પોતાની ગાડી નીચે પાર્ક કરીને ઓફિસમાં ગયા હતા પરંતુ અચાનક આગ લાગતાં રાત થઈ ગઈ હતી. ધનજી પટેલ જણાવ્યું છે કોઈ અસામાજિક તત્વો દ્વારા ગાડી ને આગ લગાવવામાં આવી છે અને તે વિશે તેમને પોલીસ સ્ટેશનમાં વધુ તપાસ માટે અરજી આપી દીધી છે.


હાર્દિક પટેલ કોંગ્રેસ માંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા છે જેના કારણે કેટલાક પાટીદારો હજુ પણ નારાજ જોવા મળી રહ્યા છે જેના કારણે હાર્દિક પટેલ ખૂબ જ ચર્ચામાં ચાલી રહ્યા છે જે ધનજી પટેલ હાર્દિક પટેલના પોસ્ટરો પર કાળી શાહી લગાવીને પોતાનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. પરંતુ મોડી રાતે ધનજી પટેલ ની ગાડી માં આગ લાગતા ફરીથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ધનજી પટેલ ની ગાડી માં આગ લાગતાં તેમણે ઈશારો હાર્દિક પટેલ તરફ કર્યો છે. પરંતુ ચોક્કસ રીતે તેમને હાર્દિક પટેલનું નામ જાહેર કર્યું નથી.


ધનજી પટેલે મિડીયા સાથે વાતચિત કરતા જણાવ્યું કે તે પોતાના કામ માટે મીટીંગ માં ગયા હતા તે સમયે રાત્રે 9 વાગે પોતાના પુત્ર સાથે ઓફિસમાં ગયા હતા ત્યાં પોતાની ગાડી બહાર પાર્ક કરી હતી જ્યારે તે નીચે આવે ત્યાં સુધી તેની ગાડી કમ્પ્લેટ હતી. ત્યાર બાદ હાર્દિક પટેલ વિશે ખૂબ જ મોટા પ્રમાણમાં ચર્ચા કરવામાં આવી હતી અને જ્યારે તે પોતાના ઓફિસમાં ગાડી મૂકીને ઘરે સુવાની તૈયારીમાં હતા ત્યારે અચાનક જ તેમને swift ગાડી માં આગ લાગી હતી.

Leave a Reply

Your email address will not be published.