થોડા દિવસોમાં જ પૂર્ણ થઈ જશે કેસર કેરીની સીઝન, ૧૦ કિલોના ભાવમાં અધધ ઘટાડો

હવે દિવસે ને દિવસે ઉનાળાની ગરમી ઓછી થઈ રહી છે અને ચોમાસા ની તૈયારી પ્રિમોન્સૂન એક્ટિવિટી સાથે જોવા મળી રહી છે. જેથી મુખ્ય નુકસાન કેરી ના સિઝનમાં કેરીનું વાવેતર કરતા ખેડૂતો ઉપર જોવા મળી રહ્યું છે. યોગ્ય રીતે કેરી નો વેપાર થાય ત્યાં તો સમય પૂરો થવા આવી ગયો છે. હવામાન વિભાગ દ્વારા કરતી આગાહી મુજબ થોડા સમય બાદ વરસાદ જોવા મળી શકે છે. જેથી કરીને આગામી દસ પંદર દિવસમાં કેરી બજારમાંથી વિદાય લઈ શકે તેવા ન્યુઝ મળી રહ્યા છે.


કેરીના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. કેરીના બોક્સ માં 200 થી લઈને 350 રૂપિયા સુધી ખૂબ જ નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. જેથી બજારમાં મળતા કેરીના ભાવમાં ૧૦ કિલો કેરીનો ભાવ 450 રૂપિયાથી લઈને 1200 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

હવે મોટા ભાગે તલાલા તરફની સીઝન હવે પૂરી થવા આવી રહી છે જેના કારણે કચ્છ ની કેરી હવે આગામી સમયમાં બજારમાં બૂમ પડાવી શકે છે. જૂન મહિનાના અંતમાં મોટાભાગની કેરી બજારમાં જોવા મળશે નહીં. કેસર કેરી માટે સૌથી વધુ પ્રસિદ્ધ માર્કેટયાર્ડ તાલાલા નું છે. પરંતુ હવે ત્યાં પણ આવક ઘટી જતાં ગોંડલ માં સારા પ્રમાણમાં કેરી જોવા મળી રહી છે.

નરોડામાં હોલસેલ વેપારી સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે કેસર કેરીની હવે સીઝન પુરી થવા આવી રહી છે જેના કારણે તેમાં ખૂબ જ મોટો ભાવ માં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેની અસર છૂટક બજારમાં તેમજ હોલસેલ બજારમાં જોવા મળી રહ્યો છે. દિવસેને દિવસે કેરીની ગુણવત્તામાં ઘટાડો થતાં કેરી ના ચાહકોમાં આ વર્ષે પૂરતો ઉત્સાહ જોવા મળ્યો ન હતો.

Leave a Reply

Your email address will not be published.