ટીચરને જન્મદિવસ પર સ્ટુડન્ટે આપી આલિશાન પાર્ટી, રિટર્ન ગિફ્ટમાં થઈ ધુલાઇ

કોરોનાને કારણે લાંબા સમયથી શાળા અને કોલેજો બંધ હતી. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓએ ઘરે બેસીને ઓનલાઈન અભ્યાસ કરવો પડ્યો હતો. મિત્રો સાથે મોજ-મસ્તી કરવા પર બ્રેક લાગેલો હતો.

હવે જ્યારે કોરોનાના નિયંત્રણો હટાવ્યા બાદ શાળા-કોલેજો ખુલી રહી છે ત્યારે વિદ્યાર્થીઓ પણ દરેક નાની-મોટી વસ્તુની સેલિબ્રેટ કરવામાં પાછીપાની નથી કરી રહ્યા.ભલે તે શિક્ષકનો જન્મદિવસ જ કેમ ન હોય? આવી જ એક ઘટનાનો ફની વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો, જ્યાંથી તે વાયરલ થયો હતો.

ફેસબુક હોય કે ઇન્સ્ટાગ્રામ, આ ફની વીડિયો ઘણા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો હતો. વાયરલ થઈ રહેલો આ વીડિયો એક સ્કૂલમાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો. જેમાં ક્લાસમાં ઘણા બાળકો બેઠેલા જોવા મળ્યા હતા. ત્યાં એક શિક્ષક ખુરશી પર બેઠેલા જોવા મળ્યા.

ડેકોરેશન પરથી સમજાય છે કે શાળામાં શિક્ષકના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન એક વિદ્યાર્થી શિક્ષકના ટેબલ પાસે ગયો અને આઈસ સ્નો ઉડાડવા લાગ્યો. પણ તેને શું ખબર હતી કેસેલિબ્રેટ કરવાની આ હરકત તેને ભારે પડશે ?

વીડિયોની શરૂઆતમાં સ્ટુડન્ટસની સામે ટીચર શાંતિથી બેઠેલા જોવા મળ્યા હતા. આ પછી લાલ શર્ટ પહેરેલો એક છોકરો તેની પાસે પહોંચ્યો. તેણે ટીચરની પાસે સ્નો આઈસ ઉડાવવાનું શરૂ કર્યું. આ કર્યા પછી શિક્ષક એટલો ગુસ્સે થયો કે તેણે વિદ્યાર્થીનો કોલર પકડીને ટેબલ પર સુવડાવી તેની ધોલાઈ કરી નાખી. શિક્ષકે વિદ્યાર્થીને એક સેકન્ડમાં ત્રણ મુક્કા માર્યા. આ જોઈને ત્યાં બધા આશ્ચર્યચકિત થઈ ગયા.

જેવો આ ઘટનાનો વીડિયો શેર કરવામાં આવ્યો તે વાયરલ થઈ ગયો હતો. લોકોએ વિદ્યાર્થીના પીટાઈને શિક્ષકે આપેલી રિટર્ન ગિફ્ટ તરીકે જણાવ્યું. તો ઘણા લોકોએ આ વીડિયો પર કમેન્ટ કરી. વીડિયોમાં પોતાના મિત્રોને ટેગ કરતા એક વ્યક્તિએ લખ્યું કે સારું થયું કે અમે અમારી સ્કૂલ ટીચરનો બર્થ ડે ન સેલિબ્રેટ કર્યો નહીં તો અમને પણ આવી જ રિટર્ન ગિફ્ટ મળી હોત. જો કે વીડિયોમાં સ્કૂલનો ઉલ્લેખ નથી, પરંતુ કોમેન્ટ બોક્સમાં ઘણા લોકોએ તેને કેન્દ્રીય વિદ્યાલયની ઘટના ગણાવી છે.

Leave a Reply

Your email address will not be published.