‘ટિકટોક ગર્લ’ કીર્તિ પટેલ ફરી વિવાદમાં… મારામારીના કેસની અદાવત રાખી યુવતીના ફોટા કર્યા વાઈરલ અને…

કીર્તિ પટેલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળી રહી છે. ટિક ટોક સ્ટાર કીર્તિ પટેલ ઉપર પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. થોડા સમય પહેલા થયેલ મારામારી અદાવત રાખીને તેમજ છેડતી અને ધમકીના કલમો નીચે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન કીર્તિ પટેલ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કીર્તિ પટેલ અને ભરત ભરવાડ સામે અમદાવાદ વસ્ત્રાલ પોલીસ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે

થોડા સમય પહેલા અમદાવાદના સેટેલાઈટ એરિયા માં થયેલી મારામારી ગુનામાં કીર્તિ પટેલ ને ધમકી સોશિયલ મીડિયા ઉપર લખાણ ફોટા અને વાયરલ થયેલ કીર્તિ પટેલ ની પોસ્ટ દ્વારા પોલીસે તેમની ધરપકડ હાથ ધરી છે. તેમજ થોડા સમય પહેલા મારામારી ના કેસમાં કોમલ પંચાલ તેમજ કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.

કીર્તિ પટેલ અને ભારતની ધરપકડ માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી દીધી

ત્યારબાદ મહિલા સાથે વાતચીત કરતાં મહિલાએ જણાવ્યું કે કીર્તિ પટેલ દ્વારા તેમને ખૂબ જ દબાણ આપવામાં આવી રહ્યું હતું. તેમજ આ કેસ માટે કીર્તિ પટેલ અને ભરત ભરવાડ દ્વારા અનેકવાર સમાધાન કરવામાં આવ્યું હોવા છતાં તે લોકો આ મહિલાને હેરાન કરતા હતા. ત્યાર બાદ મહિલાએ આ બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દીધી છે.

પહેલા પણ સમાધાન કરવામાં આવ્યું હતું

થોડા સમય પહેલા સેટેલાઈટ માં નોંધાયેલ ગુના મા પણ બન્ને પક્ષનું સમાધાન કરવામાં આવ્યું હતું પરંતુ કીર્તિ પટેલ અને ભારત બંને મહિલાને ખૂબ જ હેરાન કરી રહ્યા હતા ત્યાર બાદ મહિલાએ ફરીથી પોલીસ સ્ટેશન જઈને પોતાની ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published.