ત્રણ મહિના પછી હોસ્પિટલમાંથી ઘરે આવી પ્રિયંકા ચોપડા, દીકરી સાથે શેર કર્યા ફોટોસ

પ્રિયંકા ચોપડા અને નિક જોનાસ માટે આ વર્ષનો મધર્સ ડે ખૂબ ખાસ રહ્યો. વાત એમ છે કે આ દિવસે જ તેઓ પોતાની દીકરી માલતીને દવાખાનથી પહેલીવાર ઘરે લાવ્યા છે. આ કપલની દીકરીનો જન્મ પ્રીમેચ્યોર થયો હતો અને આ કારણે તે બાળકીને NICU માં લગભગ 100 દિવસ સુધી ડૉક્ટરની દેખરેખ હેઠળ રાખવામાં આવી હતી. પ્રિયંકાએ દીકરીને દવાખાનથી ઘરે લાવ્યા બાદ ઇન્સ્ટાગ્રામ પર પહેલીવાર દીકરી સાથે ફોટો શેર કર્યો છે.

આ ફોટોમાં નિક અને પ્રિયંકા સાથે દેખાઈ રહ્યા છે અને તેમની સાથે દીકરી માલતી પણ છે. દીકરીને પ્રિયંકાએ પકડેલી દેખાય છે અને નિકએ દીકરીનો હાથ પકડેલો દેખાય છે. આ ફોટોમાં કપલે હજી બાળકીનો ચહેરો બતાવ્યો નથી. દીકરીના ચહેરા પર એક વાઇટ હાર્ટ ઇમોજી મૂકેલું જોવા મળે છે. આ ફોટો સાથે પ્રિયંકાએ એક લાંબો msg પણ લખ્યો છે. આ msgમાં તેણે માતા બનવા પછીના જીવનમાં આવેલ ઉતાર ચઢાવ વિષે વાત કરી છે.

 

પ્રિયંકા લખે છે કે આ મધર્સ દએ પર અમે જણાવવા માંગીએ છીએ કે છેલ્લા થોડા મહિના અમારી માટે રોલરકોસ્ટર રેડ જેવા રહ્યા. 100 દિવસો પછી NICU થી અમારી દીકરી આખરે ઘરે આવી ગઈ છે. દરેક પરિવારની કહાની અને સફર યુનિક હોય છે અને અમારા માટે છેલ્લા થોડા મહિના ચેલેન્જિંગ હતા. મરી લાઈફની બધી માતાઓ, કેરટેકરસને હેપ્પી મધર્સ ડે. તમે બધાની સફર સરળ બનાવી દીધી. મને માતા બનાવવા માટે થેંક્યું નિક જોનાસ.

નિકએ પણ પ્રિયંકા અને દીકરી સાથેનો આ ફોટો શેર કરતાં ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું. મરી ઇનક્રેડીબલ પત્ની પ્રિયંકાને પહેલા મધર્સ ડેની શુભેચ્છાઓ. બેબ ટુ મને દરેક રીતે ઇન્સ્પાયર કરે છે, તે આ નવા રોલને પણ ખૂબ સહજતાથી અપનાવી લીધો. આ સુંદર જર્ની માટે હું તારો આભારી છું. ટુ એક ખૂબ સુંદર માતા છે. હેપ્પી મધર્સ ડે. આઈ લવ યુ. તમને જણાવી દઈએ કે પ્રિયંકા અને નિકએ આ વર્ષએ જાન્યુઆરીમાં ખુલાસો કર્યો હતો કે તેમણે સરોગેસિથી એક દીકરીના માતા પિતા બન્યા છે. બંનેના લગ્ન 2018માં થયા હતા.

Leave a Reply

Your email address will not be published.