ત્રીજુ બાળક જન્મે તો મળશે 11 લાખ રૂપિયા કેશ, મળશે આખા વર્ષની રજા પણ

આપણા દેશમાં જ્યાં વધતી જતી વસ્તી એક મોટી સમસ્યા બની ગઈ છે ત્યારે પાડોશી દેશ ચીનમાં વૃદ્ધોની વધતી જતી વસ્તી અને યુવાનોની વસ્તીની ઘટતી ટકાવારી ચિંતાનો વિષય બની ગઈ છે. આવી સ્થિતિમાં હવે ત્યાં ત્રીજી ચાઈલ્ડ પોલિસી લાવવામાં આવી છે. આ પોલિસી હેઠળ ચીનના પરિવારોને ત્રીજા બાળક માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

પહેલા જ્યાં ચીનમાં વસ્તી વધ્યા બાદ એક બાળક રાખવાની નીતિ લાગુ કરવામાં આવી હતી, જેના કારણે વસ્તીમાં ઘટાડો થયો હતો, પરંતુ અર્થવ્યવસ્થાને અસર થવા લાગી હતી. હવે ચીને આ પોલિસી નાબૂદ કરી છે અને દેશના યુવા પરિવારોને બે કે ત્રણ બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે.

આ માટે મે મહિનાથી ચીનમાં ત્રીજી બાળક પોલિસી લાવવામાં આવી છે. હવે અહીંની એક કંપનીએ ત્રીજા બાળકના જન્મ પર તેના કર્મચારીઓને બોનસ અને મહિલા કર્મચારીઓને વર્ષભરની રજા આપવાની ઓફર કરી છે.

Beijing Dabeinong Technology Group નામની એક કંપનીએ તેના કર્મચારીઓને ત્રીજા બાળકના જન્મ પર ભારતીય ચલણમાં 90,000 યુઆન એટલે કે સાડા 11 લાખ રૂપિયાનું બોનસ ઓફર કર્યું છે. એટલું જ નહીં, જો મહિલા કર્મચારી ત્રીજા બાળકને જન્મ આપે છે, તો તેને એક વર્ષની રજા પણ આપવામાં આવશે, જ્યારે પુરુષ કર્મચારીઓને બાળકને સંભાળવા માટે 9 મહિનાની રજા આપવામાં આવશે.

એટલું જ નહીં, બીજા બાળકને જન્મ આપનારા કર્મચારીઓને 60,000 યુઆન એટલે કે 7 લાખ રૂપિયાનું બોનસ પણ મળશે અને જેઓ પહેલા બાળકને જન્મ આપશે તેમને 30 હજાર યુઆન એટલે કે 3.5 લાખ રૂપિયાનું બોનસ આપવામાં આવશે.

ક્યારેક જનસંખ્યા વિસ્ફોટથી પરેશાન રહેતું ચીન હવે વસ્તી ઘટવાના કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. વાત જાણે એમ છે કે વન ચાઈલ્ડ પોલિસીના કારણે ચીનમાં માત્ર જેન્ડર રેશિયો જ નથી બગડ્યો પરંતુ અર્થવ્યવસ્થામાં પણ સમસ્યા સર્જાઈ છે. બાળકોનું લિંગ જોઈને લોકોએ ગર્ભપાત કરાવ્યો, જેના કારણે છોકરા-છોકરીનો રેશિયો બગડી ગયો.

આ જ કારણ છે કે જાન્યુઆરી 2016થી ચીને વન ચાઈલ્ડ પોલિસી નાબૂદ કરી હતી અને મે 2021થી ચીનમાં ત્રીજા બાળકના જન્મની પણ મંજૂરી આપવામાં આવી હતી. વસ્તી ગણતરી અનુસાર, વર્ષ 2020માં ચીનમાં 12 મિલિયન બાળકોનો જન્મ થયો હતો.

Leave a Reply

Your email address will not be published.