ત્રીજું વિશ્વ યુધ્ધ શરૂ થઈ ગયું છે? NATO એ રશિયાનું નામોનિશાન હટાવવા માંગે છે

વ્લાદિમીર પુતિનના બ્લૅક સી ફ્લેગશિપ વોરશિપ મોસ્કવાના ડૂબી જવાથી રશિયામાં હલચલ મચી ગઈ છે. રશિયાના સરકારી મીડિયા આ વોરશિપ ડૂબવા પાછળ પશ્ચિમી દેશોનો હાથ છે તેવું જણાવી રહ્યા છે. રોસીયા 1ના એક એન્કરનું કહેવું છે કે આ તણાવને ત્રીજું વિશ્વયુધ્ધ કહી શકીએ છે. તેમણે રશિયાની જનતાને ચેતવણી આપી છે કે તેઓ નક્કી નાટો વિરુધ્ધ લડી રહ્યા છે.

સકેબેયેવા એ દાવો કર્યો છે કે રશિયા ક્રૂઝર મોસ્કવા એ આગ લાગ્યા પછી પોતાના હથિયારોના ગોડાઉનમાં વિસ્ફોટ થવાને લીધે ડૂબી ગયું છે. હવે આ બાબતે કશું વિચાર કરવા જેવુ નથી આની પ્રતિક્રિયા હોવી જોઈએ. તેમણે રશિયા રાષ્ટ્રપતિ પુતિનને યુક્રેનની રાજધાની કિવ પર પરમાણુ હથિયારનો ઉપયોગ કરવા માટે પણ સલાહ આપી છે.

એક દિવસ પહેલા જ બીજા એક રશિયા ટીવી શોમાં દાવો કરવામાં આવ્યો હતો કે પશ્ચિમી દેશ યુક્રેનને અરબો ડોલરના હથિયાર આપી રહ્યા છે. આ કારણે કિવ હજી પણ રશિયાને ઉકસાવવા માટે ખૂબ ભયાનક લડાઈ લડી રહ્યા છે. આ શોના એન્કર ઓલેસા લોસેવાએ કહ્યું છે કે પશ્ચિમનું માનવું છે કે રશિયા એક એવો દેશ છે જે વિશ્વના નકશા પર હોવો યોગ્ય નથી. તેમણે એવું પણ કહ્યું કે પશ્ચિમી દેશ ઈચ્છે છે કે રશિયાનું નામોનિશાન ધરતી પરથી હટી જાય.

બીજી એક રશિયન ચેનલનું એવું કહેવું છે કે પશ્ચિમી દેશો ઘણા લાંબા સમયથી યુધ્ધની તૈયારી કરી રહ્યા છે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે રશિયા સંગઠિત પશ્ચિમી દેશો વિરુધ્ધ એક મોટા પાયે યુધ્ધનો સામનો કરી રહ્યું છે. એક દિવસ પહેલા જ રશિયન અધિકારીઓએ યુક્રેનિ સેના પર યુક્રેનની સીમા સાથે જોડાયેલ એક રશિયન ક્ષેત્ર પર હવાઈ હુમલો કરવાનું શરૂ કરી દીધું છે. આ હુમલામાં 7 લોકો ઘાયલ પણ થયા છે.

Leave a Reply

Your email address will not be published.