તુલસી સામે ઉભા રહીને દરરોજ ત્રણ વખત બોલો આ ૨ અક્ષર નો મંત્ર પછી જુવો ચમત્કાર…

આપણે દરેકે સવારે નાઈ ધોઈને માતા તુલસીની પુજા કરવી જોઈએ કેમ કે આપણા હિન્દૂ ધર્મમાં તુલસી ના છોડને ખુબજ પવિત્ર માનવામાં આવે છે. આપણે ત્યા કહેવામા આવે છે આ ધરતી પર તુલસી માત્ર એક છોડ જ નહીં પરંતુ એક વરદાન છે. તુલસીનો છોડ આયુર્વેદ ની દ્રશ્થિએ કે પછી સ્વાસ્થ્ય ની દૃષ્ટિ આપણને ખુબ જ ઉપયોગી છે.

ઘર અન્ગણામા રહેલ તુલસી નો છોડ અનેક દેવીય ગુણો થી ભરપૂર હોય છે. તુલસીના છોડ અંગે ગ્રંથો માં પણ અનેક વાતો લખાયેલી છે અને તેને ઔષધની ખાણ પણ ગણવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે સંસ્કૃત ભાષામાં તુલસી માતાને હરિપ્રિયા નામથી ઓળખાવામાં આવ્યા છે. પૌરાણિક કથા અનુસાર માનવામાં આવે છે કે આ ઔષધી મૂળ થી વિષ્ણુ ભગવાન નું મનસન્તાપ દુર થઇ ગયુ હોવાથી તેને હરિપ્રિયા નામ મળ્યું હતું.

શાસ્ત્રો અનુસાર એવું પણ માનવામાં આવે છે કે તુલસીના મૂળમાં ચારેય તીર્થધામ હોય છે તથા તેના મધ્ય ભાગમાં દેવી દેવતા નો વાસ હોય છે. તુલસીના ઉપરના ભાગમાં વેદો હોય છે તેથી દરરોજ તુલસી ના દર્શન કરવા જોઈએ, આમ કરવાથી તમારી બધી મુશ્કેલીઓ અને બધા પાપ દૂર થાય છે. આ ઉપરાંત તુલસી ની પૂજા કરાવાથી મોક્ષ પ્રાપ્ત પણ થઈ જય છે. દેવોની પૂજા હોય, શ્રાદ્ધ હોય અને કોઈ પણ દેવી દેવતા ને ભોગ ચાડવાનો થતો હોય તો તુલસી ના પાન અવશ્ય મુકવા જોઈએ. અને હા ભગવાન વિષ્ણુ ને કોઈ ભોગ નઈ ધરાવો તો પણ ચાલશે પણ એક તુલસી પાન ચડાવશો તો ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઇ જાય. તુલસી પાન થી વ્રત, યજ્ઞ, જપ, હોમ, હવન કરવાથી પુણ્ય પ્રાપ્ત થઈ શકે છે.

આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ તુલસી માતાનો એક એવો ઉપાય કે જેથી તમને પણ થશે આ લાભ સામાન્ય રીતે તો આપડે તુલસીની દરરોજ પૂજા કરવી જોઈએ અને તેને જળ ચડાવવું જોઈએ. સવારમાં તુલસી જળ ચડાવતી વખતે જો આ ત્રણ અક્ષરના મંત્ર નું ઉચ્ચારણ કરવામાં આવે તો તમને શુભ ફળ મળશે. હવે આપણે જાણીવીએ કેવી રીતે બોલાવોનો છે આ મંત્ર, જયારે તુલસી ને જલ ચડાવીએ છીએ અને પછી આપણે તુલસી નું પાન તોડીએ છીએ ત્યારે આ ત્રણ અક્ષર ના મંત્ર નું ઉચ્ચારણ કરવું જોઈએ અને એમ જ ના તોડવું જોઈએ પહેલાં તમારે બે વાર ચપટી વગાડવી જોઈએ અને ત્યાર બાદજ બોલવા જોઈએ આ મંત્ર.

-ૐ सुभद्राय नमः
-ૐ सुप्रभाय नमः

“ मातास्तुलसी गोविन्द हृदयानन्द कारिणी नारायणस्य पूजार्थे चिनोमि त्वा नमोस्तुते”

જો તમે આ મંત્ર બોલવામાં થોડી તકલીફ પડતી હોય તો તમે તેને ગુજરાતીમાં પણ બોલી શકો છો જેમ કે તુલસી માતા ચાલો તમને ગોવિંદ બોલાવે છે તેમે અમારી સાથે ચાલો અને તેમના પ્રસાદ માં તમારે બિરાજવાનું છે. આમ એટલું બોલ્યા બાદ જ તમારે તુલસી ના પાનને તોડવું જોઈએ પછી જયારે પણ તુલસીને જળ અર્પિત કરો તો આ મંત્ર નું ઉચ્ચારણ કરવું જોઇએ.

“महाप्रसाद जननी, सर्व सौभाग्यवर्धिनी आधी व्याधि हरा नित्य, तुलसी तंव नमोस्तुते,”

તુલસીજી ને જળ ની સાથે સાથે આ વસ્તુ પણ ચડાવવી જોઈએ

સવારે તુલસીની પૂજા દરમ્યાન આ મંત્ર ઉપરાંત તમારે તુલસીજી ને સિંદૂર અને હળદર ચડાવવા જોઈએ આ ઉપરાંત તુલસીજી પર કાચું દૂધ પણ ચડાવી શકીએ છીએ. આમ કરવાથી તમારા મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ પૂજા વિધિ કરાયા બાદ તમે તુલસીજીના ક્યારેક ઘી નો દીવો પણ કરો જેથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા નો વાસ થાય. આજ રીતે તમે સાંજે સુર્યાસ્ત સમયે પણ તુલસીજીને ક્યારે દીવો પ્રગટાવી શકો છે. પરંતુ આ દરેક બાબતમાં એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તુલસીના પાનને ભૂલથી પણ ભગવાન શિવ ને ન ચડાવવા જોઈએ. કેમ કે આમ કરવું એ ખુબ અશુભ માનવામાં આવે છે.

આમ જો તમારા ઘર આંગણામાં તુલસીનો છોડ હોય અને ત્યાં નિત્ય સવાર સાંજ તુલસીની પૂજા થતી હોય તો તમારા ઘરમાં ખરાબ અને નકારાત્મક ઉર્જા નો વાસ થતો નથી. અને તમારા ઘરમાં કાયમ માટે સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે તથા તમે અને તમારો ઘર પરિવાર કાયમ માટે રહી શકો છો સુખી અને સમૃદ્ધ.આ ઉપરાંત એકાદશી, રવિવાર અને સૂર્ય કે ચંદ્ર ગ્રહણ ના દિવસે તુલસી ની પૂજા ના કરાવી જોઈએ કેમ કે તે શાસ્ત્રો વિરુદ્ધ માનવામાં આવ્યું છે.

તો મિત્રો આવી રીતે તુલસીની પૂજા કરવી જોઈ-જયારે તમે તુલસી ની પૂજા અને જળ ચડાવો છો આ મંત્રનું ઉચ્ચારણ કરવાનું ભૂલતા નહિ .

Leave a Reply

Your email address will not be published.