ટીવીમાં ઉંદરને જોઈને બિલાડીએ માર્યો કૂદકો, વિડીયો જોઈ તમે પણ થઈ જશો હસી હસીને લોથપોથ

જે રીતે કૂતરા અને બિલાડી વચ્ચેની દુશ્મની જગ જાહેર છે, તેવી જ રીતે બિલાડી અને ઉંદર વચ્ચેની દુશ્મની પણ જગજાહેર છે. જો બિલાડીઓ ઉંદરને જોઈ લે, તો તેઓ તેની પાછળ દોડતી રહે છે જ્યાં સુધી તે પકડમાં ન આવી જાય અથવા સંપૂર્ણપણે પકડમાંથી બહાર ન થઈ જાય.

ઉંદરો પણ પોતાનો જીવ બચાવવા આમ તેમ ભાગી જાય છે. તમે ‘ટોમ એન્ડ જેરી’ તો જોઈ જ હશે, તો તો તમને ખબર જ હશે કે ઉંદર કેવી રીતે તોફાન કરે છે અને બિલાડીના નાકમાં દમ કરી દે છે.

જોકે ક્યારેક તે બિલાડીની પકડમાં પણ આવી જાય છે, તો એનું આવી બને છે. સોશિયલ મીડિયા પર આજકાલ બિલાડી, કૂતરા અને ઉંદરનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ખૂબ જ મજેદાર છે, જેને જોઈને તમે હસીને હસીને લોથપોથ થઈ જશો.

 

View this post on Instagram

 

A post shared by Gatosfiel (@gatosfiel)

ટીવીમાં દેખાઇ રહેલા ઉંદરને પકડવા માટે બિલાડી ટીવી પર જ કૂદી પડે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે બિલાડી સોફા પર આરામથી બેસીને ટીવી જોઈ રહી છે અને ટીવીમાં એક કૂતરો બિલમાંથી બહાર આવતા ઉંદરને પકડવાની કોશિશ કરે છે, પરંતુ ઉંદર પણ ખૂબ જ ચાલાક છે. બિલમાંથી બહાર નીકળતાની સાથે જ કૂતરો તેને પકડવાનો પ્રયત્ન કરે છે, પરંતુ કૂતરાને જોતા જ ઉંદર ઝડપથી બિલમાં જતો રહે છે.

ઘણી વખત બિલમાંથી નીકળવાનો પ્રયાસ કરે છે અને દર વખતે કૂતરો તેને પકડવાનો પ્રયાસ કરે છે. બિલાડી આ બધું જોઈને પરેશાન થઈ ગઈ, તેથી તેણે પોતે જ ઉંદરને પકડવાનું નક્કી કર્યું અને ટીવીની ઉપર કૂદી ગઈ. એ તો સારું થયું કે ટીવીને નુકસાન થયું ન હતું. આવો ફની વીડિયો તમે પહેલા ક્યારેય નહિ જોયો હોય.

Leave a Reply

Your email address will not be published.