ઉચ્ચ અભ્યાસ માટે રાજકોટ પસંદ ન આવતાં યુવકે એસિડ પીને કરી લીધી આત્મહત્યા

આત્મહત્યાના કિસ્સાઓ દિવસે ને દિવસે ખૂબ જ વધી ગયા છે અને મોટાભાગના આત્મહત્યા અત્યારે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. પોતાના અભ્યાસ દરમિયાન થોડી પણ તકલીફ સહન ન કરતા તે ખૂબ જ મોટું પગલું ભરી લેતા હોય છે. ફરી એક વાર એવો કિસ્સો જોવા મળે છે જ્યાં વાલિયા તાલુકામાં રહેતા એક યુવકે પોતાના ઉચ્ચ અભ્યાસ માટે બીજા શહેરમાં મોકલવાનો હતો.

સમગ્ર વાત એમ છે કે એક યુવક ધોરણ 11માં રાજકોટમાં અભ્યાસ કરી રહ્યો હતો તને ધોરણ ૧૨ નો અભ્યાસ ત્યાં કરવાનો હોવાથી તે સ્થર તેને બિલકુલ પસંદ ન હતું. આવા તે યુવક ખૂબ જ હેરાન થઈ ગયો હતો અને એસિડ પીને આત્મહત્યા કરી લીધી હતી. પરંતુ તાત્કાલિક ધોરણે તેને વધુ સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ ડોક્ટર દ્વારા તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો હતો.

સમગ્ર ઘટના વડીયાના લુણીધાર માં બની છે. યુવકનું નામ દશિલ ભરતભાઈ સરવાળા છે તે ધોરણ 11માં અભ્યાસ કરી રહ્યો હતો. તેની ઉંમર ફક્ત ૧૭ વર્ષ છે. આ યુવકને ઉચ્ચ અભ્યાસ માટે રાજકોટમાં જ રહેવાનું હતું જેથી તેને રાજકોટ બિલકુલ પસંદ ન આવવાના કારણે એકલતાનો અહેસાસ થવા લાગ્યો હતો,

અને માતા-પિતાને જાણ કર્યા વિના તેને ખૂબ જ મોટું પગલું ભરી લીધું હતું પરંતુ તાત્કાલિક ધોરણે તેને અમરેલી માં આવેલ દવાખાનામાં લઇ જવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન આ યુવકનું મોત નિપજ્યું હતું અને પરિવારજનો ઉપર ખૂબ જ સંકટના વાદળો છવાઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published.