UPના મદરેસાઓમાં રાષ્ટ્રગાન ફરજિયાત, આજથી જ ક્લાસ શરૂ કરતા પહેલા દરરોજ ગવાશે જન-ગણ-મન

ઉત્તરપ્રદેશ મદરેસા શિક્ષણ બોર્ડ દ્વારા હવે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ઉત્તરપ્રદેશમાં હવે દરેક મદરેસામાં ભણવાનું શરૂ કરતાં પહેલા રાષ્ટ્રગાન કરવું ફરજિયાત છે. તમને જણાવી દઈએ કે આ નવા નિયમ પ્રમાણે સરકાર માન્ય પ્રાપ્ત ગ્રાન્ટ અને ગ્રાન્ટ ના મેળવનાર દરેક મદરેસામાં હવે રાષ્ટ્રગાન કરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.

હમણાં સુધી ઈદ અને રમજાનના તહેવાર ચાલતા હતા જેના લીધે વેકેશન ચાલી રહ્યું હતું પણ હવે આજથી મદરેસામાં ભણવાનું શરૂ થઈ ગયું છે. અને આજથી જ દરેક મદરેસામાં ભણવાનું શરૂ કરાવતા પહેલા પ્રાર્થના સાથે રાષ્ટ્રગાન પણ કરાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે 14 મે થી એટલે કે શનિવારથી બોર્ડની પરીક્ષા પણ શરૂ થવાની છે.

આ રાષ્ટ્રગાન કરવાનો નિર્ણય એ UP મદરેસાની શિક્ષણ પરિષદની બેઠક કે જે 24 માર્ચએ થઈ હતી તેમાં લેવામાં આવ્યો હતો. આજે મદરેસા શરૂ થતાં આ નિર્ણય રાજીસ્ટ્રાર દ્વારા એસએન પાંડેએ જાહેર કર્યો છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે 2022-23ના નવા સત્રમાં સ્કૂલ ખોલ્યા પછી આ નિર્ણય લઈ લેવામાં આવ્યો હતો. હવે બોર્ડની પરીક્ષા પણ શરૂ થવાની છે.

રિપોર્ટ પ્રમાણે આ પરીક્ષામાં કુલ 1,62,631 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ પ્રમાણે સેકન્ડરી ક્લાસ માટે સૌથી વધારે 91,467 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તો બીજી બાજુ સિનિયર સેકન્ડરી માટે 25,921 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.