ઉતાવળમાં વરરાજાએ પોતાના લગ્નમાં ગોળીબાર કર્યો, આર્મી જવાનનું મોત; જુઓ ભયાનક વીડિયો

ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લામાં ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોનભદ્ર જિલ્લામાં મંગળવારના રાતે લગ્ન સમારંભ આયોજન કરવામાં આવ્યું હતું તે સમયે ફાયરિંગ સમયે એક આર્મી જવાનનું મોત નીપજ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે આ ફાયરિંગ વરરાજાએ કરી હતી અને પોલીસે વરરાજા ની ધરપકડ કરી સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કર્યો છે.

સોશિયલ મીડિયા ઉપર આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે આ વીડિયોમાં નજર આવી રહ્યું છે કે વરરાજા ખુશીથી ફાયરિંગ કરી રહ્યા હતા તે સમયે અચાનક જ ગોરી તેમના મિત્ર ને લાગી હતી તેમનો આ મિત્ર આર્મીમાં પોતાની ફરજ બજાવી રહ્યો હતો. તેમજ વરરાજા જોડે બંદૂક આર્મી ઓફિસરની હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર આ લગ્ન બ્રહ્મનગરમાં આવેલા એક પાર્ટી પ્લોટ માં હતા જ્યાં મનીષ ના લગ્ન થઈ રહ્યા હતા. આ લગ્નમાં તેમના મિત્રો અને પરિવારજનો ખૂબ જ મજા માણી રહ્યા હતા. તે સમયે વરરાજાએ વધુ ઉત્સાહમાં આવીને ફાયરિંગ ચાલુ કરી દીધી હતી. આ બંદૂકમાંથી નીકળેલી એક ગોરી તેના મિત્રને વાગી હતી.

વરરાજાનો આ મિત્ર ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો અને તાત્કાલિક ધોરણે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ ડૉક્ટર દ્વારા તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યું હતું. પરિવારજનોમાં આજે શોકનું વાતાવરણ છવાઈ ગયું છે અને પરિવારના લોકો માટે આ ખુબ જ ખરાબ સમાચાર છે. પરિવારના લોકોએ વરરાજા સામે હત્યા નો ગુનો દાખલ કરાવ્યો છે અને પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.