વડોદરાના સ્વામિનારાયણ મંદિરમાં થઈ મારપીટ, સંત ના રહેવા અને પૂજા કરવા પર ઉઠાવ્યા પ્રશ્નો

છેલ્લા કેટલાક સમયથી વડોદરામાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. ફરી એકવાર સ્વામિનારાયણ મંદિરમાં પૂજા દર્શન કરવા માટે સંતો ગેરકાયદેસર કરતા હોવાના કારણે બે જૂથો વચ્ચે ખૂબ જ મોટી મારામારી થઈ હતી અને ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા પોલીસને બોલાવી સમગ્ર ઘટના સીસીટીવી મા કેદ કરવામાં આવી છે.

વડોદરામાં રહેતા વિપુલકુમાર કોઠારી ફરિયાદ નોંધાવી છે વર્ષોથી સ્વામિનારાયણ મંદિર વડતાલ માં આવેલ છે. તેમનું કહેવું છે કે આ મંદિરમાં છેલ્લા કેટલાક સમયથી યોગ્ય સમયે પૂજા આરતી થતી નથી. આ મંદિરની દેખરેખ માટે સ્થાનિક લોકો દ્વારા પત્ર લખીને શ્રીરંગ સ્વામી અને બાળકૃષ્ણ સ્વામીને નિમણૂક કરવામાં આવ્યા હતા. સ્વામિનારાયણ મંદિરમાં દિનેશભાઈ ખુશાલભાઈ મિસ્ત્રી ખોટી રીતે અડચણ ઊભી કરતા હતા.

આ વાતની જાણ વિપુલભાઈને થતાં વિપુલભાઈએ દિનેશભાઈને અનેકવાર સમજાવવાના ખૂબ જ પ્રયત્નો કર્યા હતા તેમજ દિનેશભાઈ દ્વારા અનેકવાર સ્વામીને અરજન્ટ એમ જ અસભ્ય વર્તન કરી હેરાન કરવામાં આવતા હતા.

સ્વામિનારાયણ મંદિરમાં દિનેશભાઈ અને તેમના પરિવારના સભ્યો દર્શન કરવા માટે આવતા હતા પરંતુ હરિભક્તોએ તેમને દર્શન કરતા રોક્યા હતા તે સમયે વીજ પ્રવાહ પણ બંધ કરવામાં આવ્યું હતું ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ સ્વામીએ વિપુલ કોઠારીને કરી હતી ત્યારબાદ વિપુલ કોઠારી પોતાના પરિવાર સહિત મંદિરમાં હાજર થયા હતા.

તેમજ દિનેશભાઈ મિસ્ત્રી અને તેમના પરિવારના સભ્યો અને રાજુભાઈ વણકર કીશોરભાઈ મિસ્ત્રી દરવાજા ઉપર આવીને અપશબ્દો બોલતા હતા. તેમજ તેમને મારામારી કરવાની કોશિશ કરી હતી.

જેમાં મુખ્ય હુમલો કરનાર આરોપીઓના નામ આ મુજબ છે

દિનેશભાઈ ખુશાલભાઈ મિસ્ત્રી
ચંદ્રિકાબેન દિનેશભાઈ મિસ્ત્રી
રાજુભાઈ ભલાભાઇ વણકર
કિશોરભાઈ અમૃતભાઈ વણકર

વડોદરામાં રહેતા દિનેશભાઇએ ફરિયાદ નોંધાવી છે અને તેમનું કહેવું છે કે એક દિવસ પહેલા ચંદ્રિકા બેન અને રાજુભાઈ અહીંયા બેઠા હતા તે સમયે વિપુલભાઈ તેમજ ચંદ્રકાંતા અહીંયા થી જતા હતા અને તે સમયે કે કેમ ત્યાં બેઠા છે એવો વાંધો ઉઠાવી અને ઢોરમાર મારવામાં આવ્યો હતો.

દિનેશભાઈ નું કહ્યું છે કે સ્વામિનારાયણ મંદિરમાં છેલ્લા છ મહિનાથી બંને સ્વામી પાસે વરદાન મંદિર નું આખ્યાન પત્ર નથી તેમજ બંને આ મંદિર છોડી દેવું જોઈએ એવી અમારી માગણી છે.

હુમલામાં આરોપીના નામ

વિપુલભાઇ મહેન્દ્ર ભાઈ કોઠારી
ચંદ્રકાંત ડાયાભાઈ મકવાણા

Leave a Reply

Your email address will not be published.