વાંદરાએ બાળકીના વાળ પકડીને કર્યું કંઈક આવું, જોતા જ રહી જશો તમે વાયરલ વિડીયો

તમે સોશિયલ મીડિયા પર વાંદરાઓના ઘણા વીડિયો જોયા જ હશે, જેમાં તમે એમને ક્યૂટ હરકતો કરતા અથવા કોઈનો ખોરાક છીનવીને ભાગતા જોવા જ હશે. પરંતુ આ નિર્દોષ હરકતોથી બિલકુલ અલગ એક વીડિયો તમને થોડા સમય માટે ચોંકાવી દેશે.

આ વાયરલ વીડિયોમાં એક છોકરી રસ્તામાં રમતી જોવા મળી રહી છે. અચાનક એક વાંદરો આ માસૂમ બાળકી પર હુમલો કરે છે. તે પછી વાંદરાએ છોકરી સાથે શું કર્યું તે જોઈને તમારા હોશ ઉડી જશે. આખો મામલો જાણતા પહેલા તમારે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહેલો આ વીડિયો પણ જોવો જોઈએ.

વીડિયોમાં વાંદરો બાળકીના વાળ પકડીને ખેંચીને લઈ જતો જોઈ શકાય છે. આ વિડિયો બ્રિટિશ અખબાર ‘ધ સન’એ પોતાના ટ્વિટર હેન્ડલથી શેર કર્યો હતો અને લખ્યું હતું કે, ‘ચોંકાવનારી ક્ષણ, ચીનમાં બાળકીને એક જંગલી વાંદરાઓથી બચાવી લેવામાં આવી.’ 29 સેકન્ડના આ વીડિયોએ બધાને ચોંકાવી દીધા. છોકરીનું નસીબ સારું હતું કે એક ખતરનાક વાંદરાથી તેનો જીવ બચી ગયો.

વીડિયોના અંતમાં, એક માણસ માસુમને લઈ જતા જંગલી વાંદરાની પાછળ દોડતો જોઈ શકાય છે. આ ઘટના બાદ બાળકીને સામાન્ય ઈજાઓ પણ થઈ છે. આ વિડિયો જોઈને તમને પણ અત્યાર સુધી ક્યૂટ લાગતા વાંદરા ખતરનાક લાગી શકે છે.

Leave a Reply

Your email address will not be published.