વનરાજને ભિખારી કહેશે રાખી દવે, લગ્ન પહેલા અનુપમાને લાગશે જેકપોટ

સુપરહિટ ટીવી સિરિયલ ‘અનુપમા’માં કોઈ પણ કામ ડ્રામા વગર પૂરું નથી થતું. જ્યાં સુધી શાહ હાઉસમાં હંગામો ન થાય ત્યાં સુધી આ ઘરના લોકોનું ભોજન પચતું નથી.અનુજ અને અનુપમાના લગ્ન પહેલા જ અનુપમા સિરિયલમાં ભારે હંગામો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી તમે સીરિયલ ‘અનુપમા’માં જોયું હશે, અનુજ અને બાપુજી અનુપમાની માતાને લગ્નનું કાર્ડ આપે છે.

આ દરમિયાન અનુજ કાન્તાને વચન આપે છે કે તે હંમેશા અનુપમાનું ધ્યાન રાખશે. અનુજની વાત સાંભળીને કાન્તા ઇમોશનલ થઈ જાય છે. બીજી બાજુ, તોશુ વનરાજ સાથે તેના બિઝનેસ વિશે વાત કરે છે. ટૂંક સમયમાં વનરાજ અને તોશુના સંબંધોમાં તિરાડ આવવાની છે. રાખી દવે આ લડાઈનું કારણ બનશે.

સીરીયલ ‘અનુપમા’ના આગામી એપિસોડ્સમાં તમે જોશો, રાખી દવે તોશુના કહેવા પર વનરાજને મદદ કરવા તૈયાર થઈ જશે. રાખી દવેને તેના ઘરમાં જોઈને વનરાજ ગુસ્સે થઈ જશે. વનરાજ તોશુને રાખી દવેથી દૂર રહેવા કહેશે.વનરાજમાં તેવર જોઈને તોશુનો પારો પણ સાતમા આસમાન પર પહોંચી જશે.

તોશુ અનુપમા અને પરિવારના સભ્યોની સામે વનરાજનું અપમાન કરશે. તોશુ દાવો કરશે કે વનરાજ તેના ઘમંડની આગળ કઈ જોતો નથી. બા તોશુને ચૂપ કરવાનો પ્રયત્ન કરશે. બા મામલાને ઉકેલવા પ્રયાસ કરશે. બીજી તરફ અનુપમા પણ તોશુને જ ખોટો ગણાવશે. તોશુ કંઈપણ સાંભળવાની ના પાડશે.

ઝગડાની વચ્ચે અનુજની ધમાકેદાર એન્ટ્રી થશે. અનુજ આવતાની સાથે જ વનરાજને જમીન પર પાડી દેશે. અનુજની આ હરકતથી વનરાજનું લોહી ઉકળી જશે. વનરાજને ઇગ્નોર કરીને અનુજ અનુપમાને એક સારા સમાચાર આપશે. અનુજ જણાવશે કે અનુપમાની ડાન્સ એકેડમીએ એક મોટો કોન્ટ્રાક્ટ મેળવ્યો છે. આ જાણીને અનુપમા આનંદથી ઉછળી પડશે.

ઘરમાં થઈ રહેલા ઝગડાને જોઈને કિંજલ એની માતા રાખીને શાંત કરવાની કોશિશ કરશે. કિંજલ રાખી દવેને શાહ હાઉસમાંથી જવાનું કહેશે. એટલું જ નહીં કિંજલ એની માતાને નીચું દેખાડવાનો એક મોકો હાથમાંથી નહિ જવા દે.

Leave a Reply

Your email address will not be published.