વનરાજની સામે અનુપમાને મંગળસૂત્ર પહેરાવશે અનુજ, આ વખતે કોઈ રોકી નહિ શકે લગ્ન

હવે ટીવી શો ‘અનુપમા’માં ફેન્સની રાહનો અંત આવવા જઈ રહ્યો છે. ટૂંક સમયમાં અનુજ અને અનુપમા કાયમ માટે એકબીજાના બનવાના છે.લગ્નનો પોશાક પહેરીને અનુપમા આજે તેના અનુજ સાથે લગ્ન માટે સાત ફેરા લેવા તૈયાર થશે અને વનરાજ બસ જોતો જ રહેશે. આ શોના સેટ પરથી ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેને જોઈને ચાહકોની ખુશીનો પાર નથી.

ટીવી સીરિયલ ‘અનુપમા’ના ફેન્સ માટે એક સારા સમાચાર છે. અનુજ અને અનુપમા હવે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. વાયરલ થઈ રહેલી તસવીરોમાં દેખાઈ રહ્યું છે કે અનુજ અને અનુપમાએ ગુજરાતી રિવાજ મુજબ સાત ફેરા લીધા છે.

આનો પુરાવો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરો છે. આ તસવીરોમાં અનુજ અને અનુપમા લગ્નના મંડપમાં ધાર્મિક વિધિ કરતા જોવા મળે છે. આ તસવીરો સામે આવતા જ ચાહકોની ખુશી સાતમા આસમાને છે.

 

View this post on Instagram

 

A post shared by fangirl of MAAN❤✨ (@maan_phile)

શોમાં બતાવવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં અનુજ અને અનુપમા લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. અનુજ તેના લગ્નમાં જોરદાર ડાન્સ કરવા જઈ રહ્યો છે. લગ્ન પહેલા અનુપમાનો બ્રાઈડલ લુક પણ સામે આવ્યો છે.

રૂપાલી ગાંગુલીએ દુલ્હનના જોડામાં પોતાનો ફોટો શેર કર્યો છે. તેણે સફેદ અને લાલ રંગનો લહેંગા પહેર્યો છે, જેમાં તે બલાની સુંદર લાગી રહી છે.

અનુજ અને અનુપમાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં અનુજ અને અનુપમા લગ્નના મંડપમાં બેઠેલા જોવા મળે છે. કાવ્યાના કહેવા પર વનરાજ અનુપમાના લગ્નમાં જશે.

વનરાજની સામે અનુજ અનુપમાની ગળામાં મંગળસૂત્ર પહેરાવશે ને વનરાજ જોતો જ રહી જશે. વનરાજ ઇચ્છે તો પણ અનુપમાના લગ્નને રોકી શકશે નહીં. વનરાજ આ વખતે અનુજ અને અનુપમાના લગ્નમાં અડચણ ઊભી કરી શકશે નહીં.

Leave a Reply

Your email address will not be published.