વનરાજનો મજાક ઉડાવશે મોટી બા, અનુપમાની બેરંગ દુનિયામાં ભરશે રંગ

પ્રખ્યાત ટીવી સિરિયલ ‘અનુપમા’ની પ્રિક્વલ પ્રોમો રિલીઝ થઈ ગયો છે. આ પ્રોમોમાં વનરાજ (વઅને અનુપમાનો લુક તમને અલગ જ લાગશે. પણ પ્રોમોમાં વનરાજનો જે લુક અને સ્વભાવ છે એને જોઈને તમે પણ કહેશો કે આને તો તમે બિલકુલ નથી ઓળખતા.

આ પ્રોમો વીડિયોમાં અનુપમાના દાદી સાસુ જોવા મળી રહ્યા છે. દાદી સાસુની ભૂમિકા જાણીતી અભિનેત્રી સરિતા જોશી ભજવી રહી છે. પ્રોમોમાં, સરિતા જોશી બાના ઝૂલા પર છે અને તે અનુપમા અને વનરાજ સિવાય મહોલ્લાની મહિલાઓ સાથે વાત કરતી જોવા મળે છે.

આ પ્રોમો વીડિયોમાં તમે જોશો કે અનુપમાના દાદી સાસુ ઝુલા પર બેઠા છે અને રૂપાલી ગાંગુલી તેમની બાજુમાં ઉભી છે. દાદીમાની સામેના સોફા પર વનરાજની સાથે મહોલ્લાની સ્ત્રીઓ સોફા પર બેઠી છે. ત્યારે મહોલ્લાની મહિલાઓ વનરાજને પૂછે છે કે ‘અનુપમા અમેરિકા જશે તો બાળકોનું ધ્યાન કોણ રાખશે. તેમનું ખાવા-પીવાનું અને શાળા. ઘણી તકલીફ પડશે. પછી દાદીમા એક પ્રશ્ન પૂછે છે.

આ પ્રશ્ન છે – ‘બાળક બનાવવા માટે માતા સાથે કોની જરૂર છે? આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ અલગ અલગ જવાબ આપે છે. ત્યારે મહોલ્લાની એક મહિલા પિતાનું કહે છે. આ જવાબ પર સાસુ કહે છે – ‘જ્યારે બાળકોની સંભાળ રાખવાની વાત આવે છે, તો તમે પિતાને કેવી રીતે ભૂલી શકો છો.

દાદી સાસુના આ કહેતાં જ અનુપમા ખુશ થઈ જાય છે, જ્યારે વનરાજ ચોંકી જાય છે. પણ બિચારો બનીને તે ત્યાં જ બેઠો રહે છે. વનરાજનો આ લુક જોઈને તમારા મોઢામાંથી પણ નીકળી જશે કે તે અનુપમાના વનરાજ શાહથી બિલકુલ અલગ છે.

અનુપમા નમસ્તે અમેરિકા’ની વાર્તા 11 એપિસોડમાં બતાવવામાં આવશે. ‘અનુપમા’ની આ પ્રિક્વલમાં ચાહકો જોશે કે 17 વર્ષ પહેલા અનુપમાનું જીવન કેવું હતું. આ શો 25 એપ્રિલે OTT પ્લેટફોર્મ ડિઝની હોટસ્ટાર પર પ્રસારિત થશે. જ્યારથી આ શોની જાહેરાત થઈ છે ત્યારથી ફેન્સ આ શોને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

Leave a Reply

Your email address will not be published.