વરસાદની સીઝનમાં આખી રાત જાગે છે આ શહેરના લોકો, કારણ જાણીને તમે ચોંકી જશો

ઝારખંડના એક જિલ્લામાં એવો પણ એક વોર્ડ છે, જ્યાં વરસાદની સીઝનમાં લોકો ઊંઘવાને બદલે રાતે જાગે છે અને પોતાના ઘરની સંભાળ રાખે છે.વાત જાણે એમ છે કે ઝારખંડના લોહરદગા જિલ્લાના વોર્ડ નંબર 21માં વરસાદની મોસમ આવતા જ , પાણી ભરાવાની સ્થિતિ ઉભી થવા લાગી છે.

આવી સ્થિતિમાં જિલ્લાના શહેરી વિસ્તારની નગરપાલિકાના બસર ટોલી વોર્ડ નંબર 21ના લોકો આ પાણી ભરાવાથી ભારે પરેશાન છે. વરસાદના દિવસોમાં લોકોની મુશ્કેલી એટલી વધી જાય છે કે લોકો રાત્રે સૂવાના બદલે ઘરની ચોકી કરવામાં વ્યસ્ત રહે છે.

તેમ છતાં આ સમગ્ર સમસ્યા અંગે નગરપાલિકા બેદરકાર છે. વરસાદની મોસમમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જાય છે. આ જ રીતે લગભગ 200 મીટર સુધી પાણી ભરાઈ જવાના કારણે ટ્રાફિકમાં પણ સમસ્યા સર્જાય છે.

આ વિસ્તારમાં ગટરની સુવિધા ન હોવાને કારણે હળવા વરસાદમાં પણ રસ્તાઓ પર પાણી ભરાવા જેવી સ્થિતિ સર્જાય છે અને તમામ પાણી ઘરોમાં ઘૂસવા લાગે છે, જેના કારણે અહી રહેતા લોકો લાંબા સમયથી પરેશાન છે.

રોડ પર ઘૂંટણ સુધી પાણી ભરાઈ જવાના કારણે શાળાના બાળકોને પણ અવર-જવર કરવામાં મુશ્કેલી પડે છે. આ વિસ્તારના વોર્ડ સદસ્યો અને નગર પરિષદની બેદરકારી અંગે લોકોનું કહેવું છે કે, અહીંના લોકો નગર કાઉન્સીલથી માંડીને જિલ્લાના ડેપ્યુટી કમિશનર કચેરી સુધી ગટરનું નિર્માણ કરવા અને પાણી ભરાવાથી મુક્તિ અપાવવાની માંગણી કરી છે. પરંતુ, આ લોકોને આ સમસ્યામાંથી મુક્તિ મળી નથી.

લોકો અહીં આખા વરસાદમાં કઈ ને કઈ જુગાડ કરવાનો પ્રયત્ન કરવા છે જેથી વરસાદના પાણીને ઘરોમાં પ્રવેશતા અટકાવે છે. વાસ્તવમાં જો રાત્રે જોરદાર વરસાદ પડે તો તમામ રસ્તાઓનું પાણી ઘરોમાં ઘુસી જાય છે, જેના કારણે લોકોને આખી રાત જાગવાની ફરજ પડે છે.

નગર પાલિકા અને વોર્ડ સદસ્ય આ સમસ્યાની અવગણના કરી રહ્યા હોવાનો આક્ષેપ કરીને લોકોએ ગટર બનાવવાની માંગ કરી છે. આ વિસ્તારમાં રહેતી રેણુ કુમારી અને બાલમૈત દેવી કહે છે કે દરેક વરસાદની સિઝનમાં આવી જ સ્થિતિ થાય છે. વરસાદી પાણી ઘરોમાં ઘૂસવા લાગે છે,

જેના કારણે સમસ્યા વધે છે. બાળકોને શાળાએ જવામાં તેમજ ઘરની બહાર નીકળવામાં મુશ્કેલી પડે છે. રસ્તા પર ભારે પાણી ભરાય છે. ગટરના અભાવે પાણી ઘરોમાં ઘૂસવા લાગે છે.

તેમણે જણાવ્યું હતું કે, નગરપાલિકાને કેટલી વાર ફરિયાદ કરી હતી, પરંતુ કંઈ થયું નથી. વોર્ડ સભ્યો અને નગરપાલિકા દર વખતે અમારી સમસ્યાઓને અવગણે છે. આ અંગે ડેપ્યુટી કમિશનરની ઓફિસમાં પણ ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ કંઈ થયું ન હતું.

Leave a Reply

Your email address will not be published.