વાસ્તુની દ્રષ્ટિએ આ છે ગણપતિબાપાની સ્થાપના માટેનું યોગ્ય સ્થાન અને દિશા, વાંચો આ લેખ અને જાણો…

ટુંક સમયમાં જ ગણેશ ચતુર્થી આવી રહી છે, ત્યારે ઘરે-ઘરે લોકો ગણેશજીની સ્થાપના કરી રહ્યા છે. ગણેશજી વિઘ્નહાર્ટ દેવ છે તે સુખ, શાંતિ, સમૃદ્ધિ અને વૈભવ પ્રદાન કરે છે. દર વર્ષે લોકો ગણેશજીની સ્થાપના કરે છે અને તેમની ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરે છે. ગણેશજી તેમના ઘરમાં ક્યારેય કોઈ મુશ્કેલી આવવા દેતા નથી અને કલેશ થતાં બચાવે છે. ઘરમાં ગણેશજી નું સ્થાપન કરતા સમયે સાવધાની રાખવી જરૂરી છે. તેથી આજે આપણે ઘરમાં વાસ્તુ મુજબ ગણેશજી ની સ્થાપના કઈ રીતે કરવી તેના વિશે માહિતી મેળવીશું.

કઈ દિશા છે શુભ ?

ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે કેમ કે પૂજા માટે ઉત્તર પૂર્વ દિશા શુભ હોય છે. આ ઉપરાંત તમે પૂર્વ અને પશ્ચિમ દિશા માં પણ ગણેશજી ની સ્થાપના કરી શકો છો. તેમજ ગણેશજીની મૂર્તિ ના બંને પગ જમીન ને સ્પર્શ થાય આ વાતનું ખાસ ધ્યાન રાખવું. તેનાથી તમને જીવનમાં સફળતા મળશે. ઘરમાં ક્યારેય દક્ષિણ દિશામાં ભગવાન ની સ્થાપના ન કરવી. તેમજ જે બાજુ પૂજાઘર હોય તેની આજુબાજુ ટોયલેટ ન હોવું જોઈએ કે ગંદકી ન થવા દેવી.

બેઠેલા ગણેશજીની મૂર્તિ લેવી :

તમારે ઘરમાં કે અન્ય કોઈ જગ્યા એ ગણેશ સ્થાપના કરવી હોય તો ગણેશજી ની બેઠેલી મૂર્તિ લેવી. તે મૂર્તિ ઘરમાં સ્થાપિત કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવેશે. આ ઉપરાંત ગાય ના છાણ માંથી બનાવવામાં આવેલી મૂર્તિ ખૂબ જ શુભ હોય છે. તેનાથી પર્યાવરણને પણ નુકસાન નથી થતું અને ઘરમાં શાંતિ રહે છે.

ગણેશજીની સૂંઢનું ધ્યાન રાખવું :

ગણેશજી ની મૂર્તિ ખરીદતા સમયે ખાસ ધ્યાન રાખો કે ગણેશજીની સૂંઢ ડાબી બાજુ હોય. તેમજ તમારા ઘરના મંદિરમાં ગણેશજી ની એક જ મૂર્તિ રાખવી. બે મૂર્તિ રાખવાથી ગણેશજી ના પત્ની રિદ્ધિ-સિદ્ધિ નારાજ થાય છે એવું કહેવામાં આવે છે.

મૂર્તિ કયા પ્રકારની હોવી જોઈએ ?

વાસ્તુદોષ દૂર કરવા માટે ઘર માં ક્રિસ્ટલ ના ગણેશજી ની મૂર્તિ રાખવી જોઈએ તેમજ હળદર ના બનેલા ગણેશજી ની મૂર્તિ પણ શુભ માનવામાં આવે છે. તેને ઘરમાં રાખવાથી ભાગ્ય હંમેશા તમારી સાથે રહેશે.

ગણેશજી પાસે મોદક અને મુષક અવશ્ય રાખવા :

ગણેશજીની મૂર્તિ ખરીદતા સમયે તેમા મોદક અને મુષક હોય તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *