વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ને જીબ લપસતા બોલ્યા કંઇક એવું કે સાંભળનારા શરમાઈ ગયા,જાણો સમગ્ર વાત

બનાસકાંઠામાં વાવ ખાતે ખૂબ જ મોટી કોંગ્રેસ દ્વારા જનવેદના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિત વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર તેમજ થરાદ ના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત ખૂબ જ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. તે સમયે અચાનક ગેનીબેન ઠાકોર ભાજપ ઉપર અનેક પ્રહારો કર્યા હતા અને તેમની જીભ લગતી હતી જ્યારે જાહેર મંચ ઉપર આપત્તિજનક શબ્દોનો ઉપયોગ થયો હતો. આગામી થોડા સમયમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવવાના કારણે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યું છે.

આ કોંગ્રેસની સભામાં ભાજપ ઉપર અનેક રીતે પ્રહારો કરવામાં આવ્યા હતા તેમજ ગેનીબેન ઠાકોરે જાહેર મંચ ઉપર કંઈક અલગ જ કહી દીધું હતું તે સમયે તેમને જણાવ્યું કે ગુજરાતમાં કોઈ દિવસ એવો નહીં આવે કે જ્યારે બહેન દીકરીઓ પણ દુષ્કર્મ ના થયો હોય. ગેનીબેન ઠાકોર જણાવે છે કે ભાજપ સરકારના રાજમાં બેન દીકરીઓ પણ સુરક્ષિત નથી આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં હજુ પણ દારૂ વેચવામાં આવી રહ્યું છે તેમણે ભાજપ સરકાર દ્વારા દારૂ વિશે કોઈ તપાસ કરવામાં આવતી નથી તેમજ ચૂંટણી સમયે ચૂંટણી જીતવા માટે ટેન્કરો ભરીને ગુજરાતમાં દારૂ વેચવામાં આવે છે.

ત્યારબાદ ગેનીબેન ઠાકોર ભાજપ પર પ્રહાર કરતા જણાવે છે કે કોઈની તાકાત નથી કે જીગ્નેશ મેવાણી ગેનીબેન ઠાકોર સમાજ ગુલાબસિંહ રાજપૂત પૈસાથી ખરીદી શકે.

આ સમામાં ખૂબ જ જનમેદની જોવા મળી હતી તેમજ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી તેની બેન ઠાકોર તેમજ ગુલાબસિંહ રાજપૂત અને વાત સાંભળવા દૂર દૂરથી લોકો આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.