વિજય સુવાળાએ ‘એ પાપી તને પાપ લાગશે…’ ગીત ગાતા જ સ્ટેજ ધડામ લઈને તૂટ્યું ને બધા પડ્યા.. જોવો આ વિડીઓ

ગુજરાતના દાહોદ જિલ્લામાં આવેલ ફતેપુરા નજીક સુખસર જોડે કલાકાર વિજય સુવાળા નો ખૂબ જ મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન અચાનક જ સ્ટેજ નીચે પડી ગયું હતું. તેમજ આ સ્ટેજ ઉપર રહેલા તમામ કલાકારો નીચે પડી ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કોઈને પણ જાનહાની થઈ નથી અને સમગ્ર વીડિયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ ગામમાં મેલડીમાંનો પાટોત્સવ હોવાથી ખૂબ જ મોટો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની શોભા વધારવા માટે વિજય સુવાળા ને આમંત્રિત કરવામાં આવ્યા હતા. પરંતુ ચાલુ કાર્યક્રમ દરમિયાન અચાનક જ વિજય સુવાળા ગીત ગાઈ રહ્યા હતા એ પાપી તને પાપ લાગશે તે સમયે નીચે પડી ગયું હતું અને દરેક લોકો ચિંતામાં મુકાઈ ગયા હતા. પરંતુ કોઇને નુકસાન પહોંચ્યુ ન હતું.

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે કેટલાક લોકો સમગ્ર કાર્યક્રમનું મોબાઈલ માંથી વિડીયો ઉતારી રહ્યા હતા વીડિયોમાં જોવા મળી રહી છે કે વિજય સુવાળા સ્ટેજ ઉપર પ્રથમ ગીત ગાઈ રહ્યા હતા. અને યુવાનો તેમના ઉપર પૈસાનો ખૂબ જ વરસાદ કરી રહ્યા હતા. પરંતુ વધુ લોકો સ્ટેજ ઉપર ચડી જવાના કારણે દુર્ઘટના ઘટી હતી. અને ત્યાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

થોડા સમય પહેલાં જ વિજય રબારી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. તેમજ વિજય મહેસાણા નજીક આવેલા સુવાળા ગામના વતની છે અને તેમને જોવા માટે લોકો દૂર દૂરથી આવતા હોય છે.

Leave a Reply

Your email address will not be published.