વ્હોટ્સએપ તરફથી 25 લાખની લોટરીનો મેસેજ આવે તો ચેતી જજો, SBI બેંકના મેનેજરનો ફેક નંબર આપી હેકર તમારું અકાઉન્ટ ખાલી કરી શકે છે

સાયબર અપરાધી હવે લોકોને છેતરવા માટે અલગ-અલગ નવા રસ્તાઓ શોધી રહ્યા છે. હવે સૌથી વધુ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. હવે સાઇબર અપરાધી whatsapp નો ખૂબ જ ઉપયોગ કરી રહ્યા છે. તે લોકોને છેતરવા માટે whatsapp આકર્ષક ઈનામની જાહેરાતો આપતા હોય છે. કેટલાક અપરાધી whatsapp માં ૨૫ લાખ રૂપિયાના ઇનામ લાગ્યા છે તેવા મેસેજ વાઈરલ કરતા હોય છે પરંતુ હકીકતમાં આવું કંઈ હોતું નથી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર હકીકતમાં દેખાય તે માટે અમિતાભ બચ્ચન ના ફોટા નો ઉપયોગ કરવામાં આવે છે અને કેબીસીના નામના ઉપયોગથી લોકોને વધુ પડતી છેતરપિંડી કરીને પૈસા પડાવવામાં આવતા હોય છે. આ નંબર +92 306 037 3744 આ મુજબનો હોઈ શકે છે જેમાં કેટલાક પોસ્ટરો પણ તમને શેર કરવામાં આવે છે અને ૨૫ લાખની લોટરી ની લોભામણી આકર્ષણ ઇનામો જાહેર કરવામાં આવતી હોય છે.

આ પોસ્ટરમાં કેટલાક નંબર પણ લખવામાં આવેલા હોય છે જેના ઉપર કોલ કરવાનું જણાવવામાં આવેલ હોય છે. આ નંબર ઉપર કોલ કરતા જાણવા મળે છે કે બેંક એકાઉન્ટમાં કંઈ પ્રોબ્લેમ આવે છે જેના કારણે પૈસા ટ્રાન્સફર થઇ રહ્યા નથી.

લોકોને છેતરવા માટે અલગ-અલગ રસ્તાનો ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને આવી આવી આકર્ષણ સ્કીમ થી દૂર રહેવું જોઈએ. જો તમે આવા અપરાધના ભોગ બનો છો તો તાત્કાલિક ધોરણે સાયબર કમ્પલેન કરવી જોઈએ. નહિતર તમારા બેંક માટે તમામ પૈસા આ લોકો ખેંચી લેતા હોય છે.

Leave a Reply

Your email address will not be published.