યુધ્ધના 55માં દિવસે રશિયાએ શરૂ કરી બીજા ચરણની લડાઈ, યુક્રેન વહેંચાશે અનેક ટુકડામાં.

ક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલ યુધ્ધના 55 માં દિવસે યુક્રેનએ કહ્યું છે કે હવે રશિયાની બીજા ચરણની લડાઈ શરૂ થઈ છે અને આ લડાઈમાં તેમનો એક જ ધ્યેય છે કે તેઓ યુક્રેનને અલગ અલગ ભાગમાં વહેંચવા માંગે છે. યુક્રેનનો દાવો છે કે પૂર્વી ભાગમાં રશિયાની સેન ભીષણ હુમલો કરી રહી છે તો ડોનબાસમાં પણ રશિયાની સેના ભીષણ હુમલો કરી રહી છે. આમ કરવાથી યુક્રેન સેનાને બહુ મોટું નુકશાન થઈ રહ્યું છે. વિશ્લેષકોનું કહેવું છે કે રશિયાએ હવે તેના અંતિમ ચરણની લડાઈ શરૂ કરી દીધી છે અને તે આવનાર થોડા જ સમયમાં યુક્રેનને અલગ અલગ ભાગલા પાડી દેશે.

યુક્રેનના રાષ્ટ્રપતિએ ઘોષણા કરી છે કે, પૂર્વી યુક્રેનના ડોનબાસમાં ભીષણ લડાઈ શરૂ થઈ ગઈ છે. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું છે કે, ‘આખી સેનાનો એક બહુ મોટો ભાગ હવે ડોનબાસની લડાઈમાં ખૂબ આક્રમકતાથી આગળ વધી રહી છે.’ હવે કોઈ ફરક નથી પડતો કે તેઓ કેટલા સૈનિકોને ડોનબાસમાં યુધ્ધ માટે મોકલે છે કેમ કે અમે લડીશું. અમે અમારો બચાવ કરીશું.

તેમણે કહ્યું છે કે યુક્રેન પોતાનો બચાવ કરશે. બીજી બાજુ હજી સુધી સૌથી સુરક્ષિતમાં જવાવાળા લવિવ શહેરમાં પણ ભીષણ વિસ્ફોટ થયા છે. સોમવારે કરવામાં આવેલ વિસ્ફોટમાં 7 લોકોનું મૃત્યુ થઈ ગયું છે. હુમલા પછી લવીવ શહેરના મેયર એન્ડરી ઈવાનોવિચએ કહ્યું છે કે હવે દેશમાં કોઈ જ સુરક્ષિત કે અસુરક્ષિત સ્થાન છે નહીં.

તે જ સમયે, યુક્રેનમાં લડાઈના બીજા તબક્કાની શરૂઆત પછી, યુએસ પ્રમુખ જો બિડેન સહયોગી દેશો સાથે વાતચીત કરશે. જોકે, વ્હાઇટ હાઉસ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે રાષ્ટ્રપતિ બિડેનની યુક્રેનની મુલાકાત લેવાની કોઈ યોજના નથી.

તે જ સમયે, એવા અહેવાલો છે કે રશિયન સૈનિકોએ ખાર્કિવ, ઝાપોરિઝ્ઝ્યા, ડોનેટ્સક અને ડિનિપ્રોપેટ્રોવસ્ક પ્રદેશો અને માયકોલાઇવ બંદરમાં લશ્કરી સુવિધાઓને નિશાન બનાવીને રાત્રે ભયાનક હુમલા કર્યા હતા, જેની પુષ્ટિ રશિયન સંરક્ષણ મંત્રાલયે સમાચાર એજન્સી રોઇટર્સને કરી હતી.

 

રશિયાની સેના હવે યુક્રેનના ત્રણ ભાગલા કરવા માંગે છે. જેમાં એક ભાગ ડોનબાસ ક્ષેત્ર છે, બીજો ભાગ મારિયુપોલ છે અને ત્રીજો ભાગ બાકીનું વધેલ યુક્રેન છે. ડોનબાસમાં રશિયા સમર્થિત અલગાવવાદી રહે છે, મારિયુપોલ શહેર યુક્રેનના દરિયાને લાગતું સ્થળ છે એવામાં રશિયા આ શહેર પર કબજો કરી લે છે.

તો યુક્રેન સમુદ્ર સંપૂર્ણ રીતે કપાઈ જશે અને તેમની સ્થિતિ અફગાનિસ્તાન જેવી થઈ જશે. એટલે કોઈપણ જરૂરી વસ્તુની સપ્લાય માટે તેને પાડોશી પર નિર્ભર રહેવી પડશે, આ યુક્રેન માટે એક મુશ્કેલીનો સમય બની શકે છે અને રશિયાની આ લડાઈ કરવાનો મુખ્ય મુદ્દો આ જ છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે યુક્રેન પર સૈન્ય કાર્યવાહી હાથ ધર્યા બાદ પશ્ચિમી દેશો દ્વારા રશિયા વિરુદ્ધ લગાવવામાં આવેલા પ્રતિબંધો નિષ્ફળ ગયા છે. પુતિને સોમવારે જણાવ્યું હતું કે પશ્ચિમને “ઝડપથી નુકશાન પહોંચાડતી નાણાકીય-આર્થિક પરિસ્થિતિ, બજારોમાં ગભરાટ, બેંકિંગ સિસ્ટમનું પતન અને સ્ટોર્સની અછત”ની અપેક્ષા છે.

તેમણે કહ્યું કે “આર્થિક હુમલાની વ્યૂહરચના નિષ્ફળ ગઈ છે” અને રશિયા પર અસર થવાને બદલે, “પશ્ચિમ દેશોની અર્થવ્યવસ્થામાં અધોગતિ” થઈ છે. રશિયન પ્રમુખે ટોચના આર્થિક અધિકારીઓ સાથે વીડિયો કોલ દરમિયાન પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને નિષ્ફળ ગણાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.