યુવા આપ નેતાની ચોંકાવનારી વાત, CM નું નામ જાહેર થતા ભાજપ-કોંગ્રેસ વાળા AAP માં જોડાઈ જશે.

ગુજરાતમાં થોડા સમય બાદ વિધાનસભાની ચૂંટણી આવવાની છે. દરેક પાર્ટી ગુજરાતમાં આવીને પોતાનો ખૂબ જ પ્રયત્ન કરી રહી છે. ચૂંટણીના સમયમાં કેટલાક લોકો પક્ષ પલટો કરતા નજર આવી રહ્યા છે. ભાજપના કેટલાક લોકો કોંગ્રેસમાં જોડાઇ રહ્યા છે તો બીજી તરફ ભાજપ સરકાર આમ આદમી પાર્ટી તે ખૂબ જ સંતુષ્ટ જોવા મળી રહી છે.

મીડિયા રિપોર્ટસ સાથે ગોપાલ ઇટાલીયા કેટલીક વાતચીત કરી હતી. જેમાં કેટલાક ચોંકાવનારા કિસ્સા સામે આવ્યા હતા. ગોપાલ ઇટાલીયા જણાવ્યું હતું કે જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા મુખ્યમંત્રી નો ચહેરો જ્યારે બહાર પાડવામાં આવશે ત્યારે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી નું નામ જાહેર કરવામાં આવશે.

મીડિયા રિપોર્ટસ ગોપાલ ઇટાલીયા સાથે વાતચીત કરતા જણાવ્યું છે કે લોકો સુધી પહોંચવા માટે તેણે ખુબ જ પ્રયત્ન કરી રહ્યા છે અન્ય લોકોને જાગૃત કરીને ભારતીય જનતા પાર્ટીને જડમૂળમાંથી ઉખાડી દેવામાં આવશે.

ગોપાલ ઇટાલીયા નું કહ્યું છે કે દિવસે ને દિવસે બેરોજગારી ખૂબ જ વધી રહી છે અને ખેડૂતોને યોગ્ય સમયે વીજળી અને પાણી પૂરું પાડવામાં આવતું નથી અને શિક્ષણને ખૂબ જ મોટો વેપાર કરી દેવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી ના રાજમાં મોંઘવારી ખૂબ જ વધી રહી છે.

ગોપાલ ઇટાલીયા નું કહેવું છે કે આ હાર્દિક પટેલ અમારા સંપર્કમાં છે તેમજ નરેશ પટેલ ને વાત ચાલુ રહી છે અને થોડા સમયમાં નિર્ણય બહાર પાડવામાં આવશે. આગામી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ખૂબ ભારતીય જનતા પાર્ટી ને હરાવવા માટે પોતાનો પૂરો પ્રયત્ન કરશે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકો પર ખૂબ જ ત્રાસ આપવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.