યુઝર્સે અમિતાભ બચ્ચનને મહાનાલાયક ને ડોસો કહ્યો, બિગ બીએ જડબાંતોડ જવાબ આપ્યો

સોશિયલ મીડિયામાં અમિતાભ બચ્ચન ખૂબ જ એક્ટિવ જોવા મળે છે. જો વાત કરવામાં આવે તેમની લાઈફ વિશે તો તે અવાર-નવાર પોસ્ટ કરતા નજર આવે છે પરંતુ આ સમયે એક યુઝર્સ દ્વારા તેમને ટ્રોલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અમિતાભ બચ્ચને પોતાના અંદાજમાં જવાબ આપ્યો હતો. અમિતાભ બચ્ચને 11:30 વાગ્યે ગુડ મોર્નિંગ નો મેસેજ કરતા એક યુઝર્સે જવાબમાં લખ્યું હતું કે હવે તો બપોર થઈ ગઈ છે.

આ યુવકને અમિતાભ બચ્ચન પોસ્ટ ઉપર કોમેન્ટ કરતા જણાવ્યું હતું કે હવે નથી લાગતું કે બપોર થઈ ગઈ હોય અને ગુડ મોર્નિંગ વિશ કરવાનો ટાઈમ જતો રહ્યો હોય. ક્યારે અમિતાભ બચ્ચન કહે છે કે હું નિયમિત રીતે મોડી રાત સુધી કામ કરું છું અને આજે સવારે અત્યારે મારું શૂટિંગ પૂરું થયું એટલે માટે ઊઠવામાં થોડું મોડું થઈ ગયું છે તમને દુઃખ પહોંચ્યું હોય તો મને માફ કરી દેજો.

ત્યારે એક યુવકે ગુસ્સામાં આવીને અમિતાભ બચ્ચનને ગરડો ડોસો કહ્યું હતું, ત્યારે અમિતાભ બચ્ચને પોતાના અંદાજમાં જવાબ આપીને કહ્યું હતું કે આ રીતે કોઈને ડોસો કહેવો જોઈએ નહીં ભગવાન કરે તમારી ઉંમર વધે પરંતુ કોઈનું અપમાન કરવું જોઈએ નહીં.

ત્યારે અમિતાભ બચ્ચનનું કહેવું છે કે હું મોડી રાત સુધી કામ કરતો રહું છું જેથી કરીને મને સવારે વહેલા ઊઠવા માં તકલીફ થાય છે એટલા માટે હું સવારે મોડો રીપ્લાય આપી શકું છું તે બદલ મને માફ કરી દેજો. અમિતાભ બચ્ચનની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્ર નવુ સપ્ટેમ્બરના દિવસે રિલીઝ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.