
દારૂ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. દારૂ ના ચક્કરમાં કેટલાય લોકો પોતાનો જીવ ગુમાવ્યો છે. તેલંગણામાં આવેલા બિકાનેર જિલ્લામાં એક ચોંકાવનાર કિસ્સો સામે આવ્યો છે. એક વ્યક્તિએ 100 નંબર ડાયલ કરીને પોલીસને બોલાવી અને કહયું કે આવતા બે બોટલ બિયર લેતા આવજો. પોલીસે તેને કારણ પૂછ્યું તો યુવકે જણાવ્યું કે પોલીસ હંમેશા દરેક લોકોની મદદ કરે છે અને આજે મારે પોલીસની મદદ જોઈએ છે.
આ ઘટના દોલતાબાદ માં આવેલ ફાલાબદ ગામની ઘટના જોવા મળી રહી છે. અહીંયા રહેનાર ૨૨ વર્ષીય યુવક એક લગ્ન પાર્ટીમાં જઇ રહ્યો હતો. ત્યાં મોડી રાતે દારૂ ખતમ થઇ જવાના કારણે આ યુવકે પોલીસને ફોન કરી બોલાવી હતી.
ફોન કરીને પોલીસને જણાવ્યું કે મારી જીવને ખૂબ જ જોખમ છે. લોકો મને મારી નાખવાની ખૂબ જ ધમકી આપે છે. પોલીસ જ્યારે ગામમાં પહોંચી ત્યારે તે યુવક બે બીયર બોટલ માગી રહ્યો હતો. અમે કહ્યું કે રસ્તામાંથી બે બોટલ બિયર ની લેતા આવજો.
આ વાત સાંભળી police ખૂબ જ હેરાન થઈ ગઈ હતી. પોલીસ આ યુવક જોડે ગઈ ત્યારે આ યુવક ખૂબ જ નશામાં હતો. આ યુવકને દારૂ પીવો હતો પરંતુ મોટાભાગની દુકાનો મોડી રાતે બંધ થઇ ગઇ હતી જેના કારણે યુવકે પોલીસને ફોન કરી બે બિયરની બોટલ નો ઓર્ડર આપ્યો હતો. યુવકનું કહેવું હતું કે પોલીસ હંમેશા જરૂરિયાત મંદોને મદદ કરે છે અને આજે મારે દારૂ ની જરૂર છે.
ત્યારબાદ પોલીસે આ યુવક વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે અને પોતાના જોડે તેને પોલીસ સ્ટેશનમાં લઈ ને જેલમાં પૂરી દીધો હતો. તેમજ આ યુવકને થોડા સમય બાદ પોલીસ દ્વારા છોડી દેવામાં આવ્યો હતો અને આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઇ રહી છે અને લોકો પોતાના મંતવ્યો આપી રહ્યા છે.
પહેલા પણ આવી એક ઘટના જોવા મળી હતી.
આ કોઈ પ્રથમવાર બનેલી ઘટના નથી. પરંતુ થોડા સમય પહેલાં તેલંગણા પોલીસ સ્ટેશન ઉપર એક કોલ આવ્યો હતો તે કોલ માં એક યુવકે પોલીસને શિકાયત કરી હતી કે તેની પત્ની મટન કઢી બનાવી નથી આવશે તે ફરિયાદ કરવા માગતો હતો. ત્યારબાદ પોલીસે તેની ધરપકડ કરી દીધી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી કે આવા પ્રકારના કોઈ કોલ કરવા જોઇએ નહીં. પોલીસ તમારી સેવા માટે છે.