૪૩ વર્ષ પહેલાના ખરીદેલા શેરની કિંમત આજે ૧૪૪૮ કરોડ થઈ ગઈ, કાકાની કિસ્મત અચાનક ચમકી ગઈ

કહેવત છે કે, જ્યારે પણ ભગવાન આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે. આ કહેવતને સાર્થક કરતો કિસ્સો આજે આપણે જોઇશું. આ વાત કેરળમાં રહેતા બાબુ જ્યોર્જ નામના વ્યક્તિની છે. બાબુભાઈએ ૪૩ વર્ષ પહેલા એક કંપનીના શેર ખરીદ્યા હતા. જો કે વર્ષો પછી તે આ શેર વિશે સંપૂર્ણ રીતે ભૂલી ગયા હતા.

જ્યારે અચાનક તેમના હાથમાં આ શેર આવ્યા ત્યારે તેની કિંમત જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. આજની તારીખમાં તેની કિંમત ૪૫ કરોડ રૂપિયા છે. જ્યારે આ સમાચાર તેમના પરિવારને મળ્યા ત્યારે પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. આ શેર બાબુ જ્યોર્જ ના છે તે ખાતરી કરવા માટે કંપની પૂછતાછ કરવા માટે આવી હતી.

આ ખાતરી કરવા છતાં પણ કંપની બાબુભાઈને શેરની કિંમત ચૂકવવા માટે ઇનકાર કરી રહી છે. ત્યારે તે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા પાસે ગયા છે. તેમને આશા છે કે ત્યાં તેમને મદદ મળશે. કોચી સ્થિત બાબુ જ્યોર્જ અને તેના ચાર સંબંધીઓએ ૧૯૭૮ માં મેવાડ ઓઇલ અને જનરલ મિલ્સ લિમિટેડ ના ૩૫૦૦ શેર લીધા હતા. જોકે તે સમયે તે ઉદયપુર માં એક અનલિસ્ટેડ કંપની હતી.

વર્ષ ૨૦૧૫ માં જ્યારે બાબુભાઈ તેના જૂના દસ્તાવેજો તપાસી રહ્યા હતા ત્યારે તેને આ શેર વિશે યાદ આવ્યું. તેની પાસે શેર ના મૂળ દસ્તાવેજો હતા પછી તેને આ શેર વિશે માહિતી ભેગી કરવાની શરૂ કરી. ત્યારે બાબુ ભાઈ ને ખબર પડી કે મેવાડ ઓઇલ એન્ડ જનરલ મિલ્સ લિમિટેડ કંપનીનું નામ બદલીને PI ઇન્ડસ્ટ્રી થઈ ગયું છે અને હવે તે એક લિસ્ટેડ કંપની છે.

હાલમાં બાબુભાઈ પાસે PI ઇન્ડસ્ટ્રી ના ૪૨.૮ લાખ શેર છે. શેર બજારમાં તેની કિંમત ૧૪૪૮ કરોડ રૂપિયા છે. કંપની એ બાબુભાઈના દસ્તાવેજોની ચકાસણી કરવા માટે બે ઉચ્ચ અધિકારીઓને કેરળ મોકલ્યા હતા. તેણે સ્વીકાર્યું પણ હતું કે બાબુભાઈ ના દસ્તાવેજો સાચા છે પરંતુ તેમ છતાં પણ કોઇ કાર્યવાહી કરી નહીં. ત્યારે બાબુભાઈ આ વાતને સેબી માં લઈ ગયા છે તેમને આશા છે કે તેમને જરૂર ન્યાય મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *