મોઢાની ચાંદીને અસરકારક રીતે દૂર કરશે આ દેસી ઉપચાર, એકવાર અજમાવો અને નજરે જુઓ પરિણામ

ઘણા લોકોને મોઢામાં ચાંદા પડવાની સમસ્યા વારંવાર થતી હોય છે. જો કે સાંભળતા તો આ સમસ્યા ખૂબ જ નાની લાગે પરંતુ મોમા ફોલ્લીઓ થવાથી ખૂબ જ પીડા થાય છે. તેને લીધે ખાવામાં પીવામાં પણ તકલીફ પડે છે અને મોઢામાં દુખાવો થતો રહે છે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે મોટાભાગના લોકો દવાનો ઉપયોગ કરે છે પરંતુ આજે આપણે મોઢાના ચાંદા દૂર કરવા માટેના ઘરેલુ ઉપચાર જઈશું.

મધમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મને લીધે મોઢાના ચાંદા દૂર કરવા માટે તે ઉપયોગી થઇ શકે છે. તેના માટે કાચું મધ લઈને મોઢાના ચાંદા માં લગાવો. તમે મધમા થોડી હળદર મિક્સ કરીને પણ લગાવી શકો છો તેનાથી વધારે ફાયદો થશે. મીઠાના પાણીના કોગળા કરવાથી પણ મોઢાના ચાંદા માંથી રાહત મળી જાય છે પરંતુ તેનાથી થોડી વધારે તકલીફ થાય છે.

નાળિયેર તેમાં બળતરા વિરોધી ગુણ હોય છે તેથી ચાંદા પર નાળિયેર તેલ લગાવવાથી ફાયદો થાય છે. તેના માટે રૂમમાં નાળિયેર તેલ લઈને મોઢાના ચાંદા પર લગાવો તમારે આ પ્રયોગ દિવસમાં ઘણી વખત કરવાનો રહેશે જેનાથી તમને જલ્દી આરામ મળી જશે.આપણે તુલસીના ઔષધીય ગુણોથી વાકેફ છીએ. મોઢાના ચાંદા દૂર કરવા હોય તો તુલસીનાં ચાર-પાંચ પાન ચાવીને મોઢાની ચાંદી પર લગાવો તેનાથી જલ્દી ચાંદી માં રાહત મળી જશે.

પાકેલા કેળા અને મધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. આ ઉપરાંત કેળા અને મધ્ય ક્રશ કરીને તેની પેસ્ટ ને ચાંદા પર લગાવવામાં આવે તો બળતરા માંથી જલ્દી છુટકારો મળી જાય છે. લીમડાનાં પાનમાં એન્ટીસેપ્ટિક ગુણ રહેલા હોય છે દિવસમાં ત્રણ થી ચાર વખત લીમડાના પાન ચાવવાથી મોઢામાં ચાંદા થી રાહત મળે છે. તમે લીમડાના પાન ને પાણીમાં ઉકાળીને તેના વડે કોગળા પણ કરી શકો છો તેનાથી પણ ચાંદામાં ફાયદો થઈ જશે.

ઈલાયચીનો ભૂકો મધ સાથે મિક્સ કરીને ચાંદા પર લગાવવાથી ચાંદામાં રાહત મળશે. નાની ઈલાયચી ના બીજ અને કાથાનો ઝીણો પાવડર બનાવીને ચાંદા પર લગાવો. આ પાવડર લગાવવાથી મોઢા માં લાળ બનશે જેથી મોઢાની ગંદકી દૂર થઈ જશે અને ચાંદાંમાંથી પણ રાહત મળશે.

ચાંદા થવાનું મુખ્ય કારણ એસિડ હોય છે અને બેકિંગ સોડામાં અલ્કલાઈન ગુણ હોય છે જે એસિડને બિનઅસરકારક કરી દે છે. બેકિંગ સોડા મોઢાના રોગાણુ અને અને બેક્ટેરિયાને પણ દૂર કરે છે જેનાથી મોઢાના ચાંદા માં જલ્દી રાહત મળી જાય છે. તેના માટે અડધા કપ પાણીમાં એક ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને તેના વડે કોગળા કરો.

ધ્યાન રાખો કે આ પાણી ગળે ન ઉતરી જાય તેને કોગળા કરીને થૂંકી નાંખો. મોઢાના ચાંદા ને દુર કરવા માટે મુલેઠી પણ ઉપયોગી છે. મોઢામાં ચાંદા પડવાનું કારણ પેટની સમસ્યા હોય છે અને મુલેઠી પેટની બધી સમસ્યા દૂર કરે છે. તેનો પાણી અથવા મધ સાથે ઉપયોગ કરી શકાય છે.

બે ગ્રામ શેકેલા બોરેક્સનું એકદમ બારીક ચૂર્ણ લઈ તેમાં ૧૫ ગ્રામ ગ્લિસરીન મિક્સ કરો. આ મિશ્રણને બે થી ત્રણ વખત મોના ચાંદા પર લગાવો તેનાથી જલ્દી રાહત મળી જશે. જો નાના બાળકોને મોં માં ચાંદી પડી હોય તો સાકર નો ભૂકો કરીને તેમાં કપૂર નો ભૂકો મિક્સ કરવો અને મોંમાં ચાંદી પર લગાવો. બાળકોને મોં આવી ગયું હોય તેમાં પણ આ ફાયદાકારક થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *