આ દુર્લભ જીવ વિશે જાણીને ખુલી રહી જશે તમારી પણ આંખો, એક એવું પક્ષી કે જે રડે છે બાળકના અવાજમાં

આપણી પૃથ્વી પર માણસોની દુનિયા ની જેમ પક્ષીઓને પણ એક અલગ જ દુનિયા છે. આપણે આપણી આસપાસ ઘણા બધા રંગબેરંગી અને વિવિધ અવાજો ધરાવતા પક્ષીઓ જોઈ શકીએ છીએ. પૃથ્વી પર કુલ ૫૦૦૦ કરોડ જેટલા પક્ષીઓ છે. આ પક્ષીઓમાં તેના રંગ ને આધારે, અવાજ, રહેવાના સ્થળ, ખાવા-પીવાની શૈલી વગેરે બાબતે ખૂબ જ વિવિધતા જોવા મળે છે.

પક્ષીઓની અમુક પ્રજાતિઓ વિવિધ રંગના પીછાઓ ધરાવે છે જેને લીધે ખૂબ જ પ્રખ્યાત બની છે. તો ઘણી પ્રજાતિઓ તેના વિવિધ પ્રકારના અવાજને લીધે ચર્ચાનો વિષય બની છે. આજકાલ ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર ઘણી બધી પ્રકારના પક્ષીઓ ના વિડીયો વાયરલ થઇ રહ્યા છે. આ વીડિયોમાં તમે પક્ષી ને નાચતા કે ગીત ગાતા અથવા તો મનોરંજન પ્રવૃત્તિઓ કરતાં જોઈ શકો છો.

આવો જ એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે, જેમાં એક પક્ષી નો અવાજ સાંભળીને લોકો દંગ રહી ગયા. આ પક્ષીનું નામ છે લીરે બર્ડ. તેનો અવાજ સાંભળીને લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. કારણ કે આ પક્ષી નાનું બાળક રોતું હોય તેવો અવાજ કાઢતું હતું.

થોડીવાર માટે તો લોકો વિચારતા રહી ગયા કે આ વીડિયોમાં ક્યાં બાળક રડે છે? પરંતુ પછી આ પક્ષીને બોલતું જોઈને ખબર પડી કે આ કોઈ બાળકના રડવાનો અવાજ નથી, પરંતુ આ પક્ષી બાળક રડતું હોય તેવો અવાજ કાઢી રહ્યું છે. લીરે બર્ડ માત્ર ઓસ્ટ્રેલિયામાં જોવા મળતું પક્ષી છે. તેના માટે કહેવાય છે કે તે કોઈ પણ આવાજનું અનુકરણ સારી રીતે કરી શકે છે. તેમાં માણસના અવાજમાં પણ સમાવેશ થાય છે.

તે કોઈપણ માણસને બોલતા સાંભળીને તેના અવાજ નું અનુકરણ કરીને તેના મુજબ અવાજ કાઢીને બોલી શકે છે. આ તેમની એક આગવી ઓળખ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં લીરે બર્ડ નાના બાળકની જેમ રડતું હોય તેવો અવાજ કાઢતું હતું. અવાજ સાંભળીને લોકો દંગ રહી ગયા હતા અને લોકોને લીરે બર્ડ નું આ ટેલેન્ટ ખૂબ જ ગમ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *