આ વસ્તુની પેસ્ટ દાંતમાં લાવશે મોતી જેવી ચમક, એકવાર અજમાવો અને નજરે જુઓ પ્રભાવ

આપણા શરીરના દરેક અવયવ ની જેમ આપણા દાંત પણ ખૂબ જ મહત્વના છે. આપણા સ્મિત માં વધારો કરવા અને પર્સનાલિટી સારી બતાવવા માટે સફેદ દાંત હોવા જરૂરી છે. તેથી આજે આપણે દાંતની પીળાશ દૂર કરવા માટેના કેટલાક ઘરેલુ નુસખા જોઈશું. ઘણા લોકોને બીડી અને સિગારેટના વ્યસનને લીધે દાંત ની સમસ્યા થતી હોય છે, તેથી સૌ પ્રથમ તો આ વ્યસન છોડી દેવું.

દાંતનો દુ:ખાવો, પીળા દાંત, દાંત સડવા, દુર્ગંધ વગેરે જેવી સમસ્યાને દૂર કરવા માટે આજે આપણે એક અસરકારક ઘરેલુ ઉપચાર જોઈશું. આ ઉપાય આયુર્વેદિક હોવાથી તેનાથી કોઈપણ પ્રકારની એલર્જી નહીં થાય અને થોડા દિવસમાં તમારા દાંત સફેદ બની જશે. આ ક્રિયા માટે તમારે બેકિંગ સોડા અને લીંબુના રસ ની જરૂર પડશે. જે તમને સરળતાથી બજારમાં મળી જશે. તેના માટે એક ગ્લાસમાં એક ચમચી બેકિંગ સોડા લઈ તેમાં એક ચમચી લીંબુનો રસ મિક્સ કરો અને આ મિશ્રણને સારી રીતે હલાવી લો.

ત્યારબાદ આ પેસ્ટને બ્રશ માં લગાવીને તમારા દાંત પર રગડો. બે થી ત્રણ મિનિટ સુધી દાંત પર તેને ઘસો. પરંતુ ધ્યાન રાખો કે બે મિનિટથી વધારે તમારે તેને ઘસવાનું નથી. તેનાથી તમારા પેઢા ને નુકશાન થઇ શકે છે. ત્યારબાદ ઠંડા પાણીથી કોગળા કરી લેવા. આ કર્યા પછી તમે તરત જ દાંતની પીળાશ માં ઘટાડો નોંધી શકશો.

જો આ ઉપાય તમે દસ થી બાર દિવસ સુધી કરશો તો તમારા દાંત મોતી જેવા ચમકી જશે પરંતુ, એકવાર દાંત સફેદ થઈ જાય પછી તમારે આ ઉપાય ચાલુ રાખવાની કોઈ જરૂર નથી તે નુકસાનકારક સાબિત થઈ શકે છે. એકવાર આ ઘરેલું ઉપાય અજમાવો અને તમે પણ તમારી નજરે જુઓ ફરક.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *