એક ભૂલ ને લીધે વૃધ્ધ કપલ ને ઘરની બહાર નીકળવા માટે આપવો પડે છે ફાઇન, ઘરની બહાર નીકળવું પડી રહ્યું છે મોંઘું

બ્રિટનમાં એક વૃદ્ધ દંપતીને ઘરની બહાર નીકળવું મોંઘુ પડી રહ્યું છે. આ કપલને દર વખતે ઘરની બહાર નીકળવા પર 12.50 પાઉન્ડ એટલે કે 1248 રૂપિયાનો દંડ ભરવો પડશે. સાઉથ ઈસ્ટ લંડનમાં 32 વર્ષથી રહેતા જ્યોર્જ ડોલર (72) અને તેની પત્ની વેરાની આ સંપૂર્ણ વાર્તા છે. તેઓ લંડનના એક એવા વિસ્તારમાં રહે છે જ્યાં તેઓ જ્યારે પણ ઘરની બહાર નીકળે છે ત્યારે તેઓ તેમની જૂની કાર લઈને જાય છે.

જેના કારણે ટ્રાફિક લાઇટ પર 12.50 પાઉન્ડ એટલે કે 1248 રૂપિયાનો દંડ ભરવો પડશે. જ્યોર્જ અને વેરાનું ઘર ‘અલ્ટ્રા લો એમિશન ઝોન’ (ULEZ)માં સરહદ પર આવેલું છે. આ નિયમ અનુસાર વધુ પ્રદુષણ ફેલાવનાર વાહનોને ચલાવવા પર ફાઇન આપવાનો હોય છે

જૂની ગાડીને કરી ઘરમાં કેદ: જ્યોર્જ અને વેરા ડોલર, આ ULEZ વ્યવસ્થાથી ખૂબ જ નારાજ અને નાખુશ છે, તેઓએ તેમના જૂના વાહનોને ઘરમાં જ બંધ કરી દીધા છે. જેથી સરકારી નિયમો અનુસાર કોઈપણ ધોરણનું ઉલ્લંઘન ન થાય. લંડનના મેયર સાદિક ખાન દ્વારા શરૂ કરાયેલ અલ્ટ્રા લો એમિશન ઝોન એવા વાહનો પર દંડ લાદે છે જે ખૂબ પ્રદૂષણ ફેલાવે છે. આ નિયમના કારણે જ્યોર્જ અને વેરાને ઘણી વખત દંડ ફટકારવામાં આવ્યો છે.

કપલને ખરીદવી પડી નવી કાર: આ નિયમથી હતાશ થઈને, જ્યોર્જ અને વેરા ડોવલે 40,000 પાઉન્ડ ખર્ચ્યા અને નવી કાર ખરીદી. જ્યોર્જે કહ્યું કે જ્યારે ULEZ સંબંધિત નિયમો બદલાયા તો તેમનું ઘર તેની મર્યાદામાં આવી ગયું, ત્યારથી તેઓ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જ્યોર્જે કહ્યું કે, લંડનના મેયર સાદિક ખાનના કારણે મારે 40,000 પાઉન્ડ ખર્ચવા પડ્યા છે. મેં થોડા દિવસ પહેલા જ નવી કાર ખરીદી છે. એક નવી વાન પણ ખરીદી, જેના માટે મારે 7000 પાઉન્ડ ખર્ચવા પડશે.

લંડનના મેયર સાદિક ખાન પર ગુસ્સે થઈને જ્યોર્જે કહ્યું, “મારે બેકારમાં જ વાન લેવી પડી છે, મારી પાસે પહેલેથી જ સારી વાન હતી. જે હાલતમાં છે. મારી જૂની વાન એક વર્ષમાં 5000 માઇલ ફરી શકે છે. તેમ છતાં મેયરના કાયદા મુજબ, આ ઉત્સર્જનને પહોંચી વળતી વાન વર્ષમાં 100,000 માઇલ દોડી શકે છે. તો તમે મને કહો કે હવાને કોણ વધારે પ્રદૂષિત કરે છે, હું કે તે?

જ્યોર્જે કહ્યું, આ બધું પૈસા માટે થઈ રહ્યું છે. તેમના નિયમો અનુસાર, લોકો તેમની જૂની કારનો ઉપયોગ બિલકુલ કરી શકતા નથી. મને સમજાતું નથી કે અહીં અને ટ્રાફિક લાઇટની બીજી બાજુનો પવન કેમ બદલાય છે. હું પણ હજારો લોકોની સાથે આ ધુમાડાની વચ્ચે મોટો થયો છું. હું 72 વર્ષનો છું અને સંપૂર્ણ સ્વસ્થ છું. તેઓ માત્ર પૈસા કમાવવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *