
મહારાષ્ટ્રમાં અત્યારે શિવસેના સરકાર ખૂબ જ સંકટમાં આવી ગઈ છે. મહારાષ્ટ્રના રાજકારણમાં ખૂબ જ બદલાવ જોવા મળી રહ્યો છે. પાર્ટી સાથે બગાવત કરીને એકનાથ શિંદે ધારાસભ્યો સાથે આસામના ગુવાહાટીમાં રોકાયા છે. રાજકારણના આ બદલાવ માટે ખૂબ જ ખર્ચો કરવો પડ્યો છે. એકનાથ શિંદે સૌપ્રથમ ગુજરાત આવ્યા હતા અને ત્યારબાદ તે ચાર્ટર પ્લેનમાં આસામ ગયા હતા.
37 ધારાસભ્યો સાથે એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યું છે જેમાં એકનાથ શિંદે પોતાના નેતા ઘોષિત કરી દીધા છે. પરંતુ એક આ ટ્રીપ ખૂબ જ મોંઘી પડી છે. એકનાથ શિંદે પોતાના ધારાસભ્યો સાથે ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયા છે. આ હોટલમાં ૫૬ લાખ રૂપિયા આપીને 70 રૂમ બુક કરવામાં આવ્યા છે.
આ હોટલમાં તમામ પ્રકારની સુવિધાઓ મળી રહી છે. તેમજ ખાવા-પીવા સહિત અન્ય ખર્ચ આઠ લાખ રૂપિયા આવ્યો છે. સાત દિવસનો ટોટલ ખર્ચ અંદાજિત એક કરોડ બાર લાખ રૂપિયા આંકવામાં આવી રહ્યો છે.
મહારાષ્ટ્રમાં રાજકારણમાં બદલાવ મંગળવારના દિવસે જોવા મળ્યું હતું. સૌપ્રથમ એકનાથ શિંદે પોતાના ધારાસભ્ય લઈને ગુજરાત આવી ગયા હતા. મહારાષ્ટ્ર બહાર નીકળવા માટે તેમને પોતાનો પ્રાઇવેટ જેટ ભાડે થી લીધું હતું.
આ ચાર્ટર્ડ પ્લેનમાં એક સાથે ૩૦ જેટલા યાત્રીઓ મુસાફરી કરી શકે છે જેના ઉપર લગભગ 50 લાખ રૂપિયા ખર્ચો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બીજા બે નાના ચાર્ટર્ડ પ્લેન હતા જેનો લગભગ ખર્ચો 35 લાખ રૂપિયા આવ્યો હતો. અત્યાર સુધી થયેલ ખર્ચ આની કોઇ ચોક્કસ માહિતી મળી નથી પરંતુ એક રિપોર્ટના આધારે આ લેખ તૈયાર કરવામાં આવ્યો છે.