અમિતાભ બચ્ચન પોતાની દીકરીની સામે કેમ રડ્યા ? જાણો…

સોની ટીવીનો ખૂબ ચર્ચાસ્પદ શૉ કોન બનેગા કરોડ્પતી નો રોમાંચ છેલ્લા ૨૧ વર્ષથી સબાબ પર છે. સમય બદલાયો સોની ટીવી નો લોગો બદલાયો. પરંતુ નથી બદલાયો તો એ છે આ શો પ્રત્યેનો લોકોનો લગાવ, પ્રેમ આ શૉ પ્રત્યે ની નજર. એની પાછળનું મોટું કારણ છે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન, જેમના શાનદાર અને જાનદાર પ્રસ્તુતિકરણના કારણે અમિતાભજી અને કેબીસી બંને એકબીજાના પર્યાય બની ચૂક્યા છે.

મહાનાયક અમિતાભ વગર કેબીસીની કલ્પના નથી.

અમિતાભ બચ્ચન ની કલ્પના પણ કરી શકાય નહિ. આવનારા, હાલના સમયમાં જ આ શો પોતાનો 1000 મો એપિસોડ પુરો કરવા જઈ રહ્યો છે. આવીશ એક એપિસોડમાં આ શોમાં બે મુખ્ય મહેમાન પધારશે, અને એ બંને વિશેષ મહેમાનો માટે અમિતાભ બચ્ચન ની પુત્રી શ્વેતા બચ્ચન અને એમની દોહીત્રી નવ્યા નવેલી નંદા. શૉ નો પ્રોમો સોની ટીવીએ રિલીઝ કરી દીધો છે.

જેને જોયા બાદ દરેક વ્યક્તિ ઈમોશનલ થઈ જશે. કેમકે પ્રોમોમાં અમિતાભ પણ ઘણા ભાવો જોવા મળે છે. શૉ ના પ્રોમોમાં જોવામાં આવી રહ્યું છે કે, શ્વેતા પોતાના પિતા ને પૂછી રહી છે કે, ‘ આપનો આ 1000 મો એપિસોડ છે, આપને એવું લાગી રહ્યું છે ? ‘ આના જવાબમાં અમિતાભ કહેશે કે, ‘ આખી દુનિયા જ બદલાઈ ગઈ ‘ ત્યારબાદ એક વિડીયો ચાલે છે.

જેમાં કેબીસીના પ્રથમ એપિસોડ થી લઈને અત્યાર સુધીનો સફર બતાવવામાં આવે છે. આ જોયા બાદ અમિતાભ પોતે ભાવુક થઈ જાય છે અને એમની આંખો છલકાઇ ઉઠે છે. જોકે ત્યારબાદ એ પોતાની આંખો લૂછતાં કહે છે, ‘ ચાલો આગળ વધીએ ખેલ હજુ ખતમ નથી થયો. ‘

3 ડિસેમ્બરના રોજ રાત્રે 9:00વાગે આ એપિસોડ પ્રસારિત થશે.

સોની ટીવીના પ્રોમોએ લોકોને સૌ પ્રત્યે વધુ ક્રેઝી કર્યા છે. તમને જણાવી દઇએ કે આ શોની એકસીજન છોડીને બદલી સીઝન અમિતાભ બચ્ચને હોસ્ટ કરી છે. આ શોની લોકપ્રિયતાને જોઈને ઘણા બધા શો શરૂ થયા હતા. જેને ઘણા સુપર સ્ટાર હોસ્ટ કર્યા. પરંતુ કોઈ સ્ટાર અને કોઇપણ શૉ કેબીસી અને અમિતાભ સામે ટકી ન શક્યા, અને આજે પણ આ શૉ ની એ જ સફળતા ની સફર ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *