
શાહિદ કપૂર અને મીરા રાજપૂત એક એવી જોડી છે જે દરેક વખતે કમાલ લાગે છે. પરિવારના સભ્યોની સંમતિથી બંનેએ એકબીજાને હમસફર બનાવ્યા અને તેઓ પોતાના જીવનની સફરને ખૂબ જ પ્રેમથી આગળ ધપાવી રહ્યા છે.
શાહિદ અને મીરા એકબીજાને પાગલોની જેમ પ્રેમ કરે છે અને તેઓ પોતાના જીવનને રસ ભરવામાં કમી નથી છોડતા. એકવાર પ્રયોગ કરવાની પ્રક્રિયામાં તે એટલી હદે પહોંચી ગયો કે તમને પણ જાણીને નવાઈ લાગશે.
શાહિદ કપૂર અને મીરા રાજપૂત બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી સુંદર કપલમાંથી એક છે. બંનેના લગ્નને સાત વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. પરંતુ બંને વચ્ચેનો પ્રેમ હજુ પણ અકબંધ છે. મીરા પોતાના પતિ પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરવાની કોઈ તક છોડતી નથી.
શાહિદ પણ તેની પત્ની પર પોતાનો પ્રેમ વરસાવતો રહે છે. સોશિયલ મીડિયા ક્વીન મીરા રાજપૂત ભલે લાઈમલાઈટથી દૂર હોય પરંતુ તે જાણે છે કે હેડલાઈન્સ કેવી રીતે પકડવી. એકવાર તો એમને નેશનલ ટીવી પર તેની સેક્સ લાઈફ વિશે ખુલાસો કર્યો હતો.
કરણ જોહરના શો ‘કોફી વિથ કરણ’માં જ્યારે મીરાએ તેમના સંબંધોના કેટલાક એવા રહસ્યો જાહેર કર્યા કે ચાહકોના કાન ઉભા થઈ ગયા. તેણે તેના અને શાહિદના સંબંધો વિશે ખૂબ જ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. મીરાએ શાહિદ સાથેના તેના સેક્સ સંબંધ વિશે પણ વાત કરી, જેને સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.
કરણના એક સવાલ પર મીરાએ જણાવ્યું કે તેણે શાહિદ સાથે કારમાં જ સેક્સ કર્યું હતું. આ સાંભળીને શાહિદે પૂછ્યું કે આવું ક્યારે થયું? જેના પર મીરાએ કંઈ કહ્યું નહીં.
તમને જણાવી દઈએ કે, શાહિદ અને મીરાના વર્ષ 2015 માં લગ્ન થયા હતા. તે સમયે તે માત્ર 21 વર્ષની હતી જ્યારે શાહિદ 33 વર્ષનો હતો. આ કપલ વચ્ચે 12 વર્ષનું અંતર છે. પરંતુ બંનેને જોઈને લાગતું નથી કે ઉંમર તેમના પ્રેમની સામે અવરોધ બની શકે છે.
દંપતીને બે બાળકો છે. જેમાં એક પુત્રી મીશા અને બીજો પુત્ર જૈન છે. લગ્નના બીજા જ વર્ષે મીશાનો જન્મ થયો હતો, જ્યારે લગ્નના ત્રણ વર્ષ બાદ પુત્ર જૈનનો જન્મ થયો હતો.