ભારતના આ ગામમા દરેક ઘરમા છે જુડવા બાળકો, જાણો શું છે કારણ…

ભારતનુ આ ગામ એવુ છે કે જ્યા અંદાજીત ૩૫૦ થી પણ વધારે બાળકો જુડવા છે. મોટી સંખ્યામા જુડવા બાળકો હોવાના લીધે આ ગામને ‘જુડવા બાળકોનુ ગામ’ પણ કહેવામા આવે છે. અહી નવાઈની વાત તો એ છે કે અહી નવજાત બાળકોથી લઈને ૬૫ વર્ષના વૃધ્ધોનો પણ સમાવેશ થાય છે. આ ગામની બીજી કેટલી રસપ્રદ વાતો પણ છે કેમ આ ગામમા છેલ્લા ઘણા વર્ષોથી જુડવા બાળકો જ જન્મે છે?

  • જો એક બાળક બીમાર થાય છે તો ત્યારે બીજુ બાળક પણ બીમાર થાય છે
  • જુડવા બાળકોની સંખ્યામા આ ગામ સમગ્ર એશિયમા છે પહેલા નંબરે
  • છેલ્લા ૧૨ વર્ષોથી જુડવા બાળકોની સંખ્યા ખુબ ઝડપથી થઈ રહ્યો છે વધારો

જુડવાની બાળકોની સંખ્યામા સમગ્ર એશિયામા પહેલા નંબરે છે આ ગામ

આ ગામ ભારતના કેરળ રાજ્યના મલપ્પુરમ જિલ્લામા આવેલુ છે. આ ગામનુ નામ છે કોડિન્હી ગામ. હેવ દુનિયાની વાત કરીએ તો સર્વે મુજબ દર ૧૦૦૦ બાળકોએ ૪ બાળકો જુડવા જન્મે છે. જ્યારે આ ગામમા દર ૧૦૦૦ બાળકોએ ૪૫ બાળકો જન્મે છે જુડવા. અહી મહત્વની વાત તો એ છે કે આ સંખ્યા સમગ્ર દુનિયાના બીજા નંબરની છે પરંતુ આ ગામ સમગ્ર એશિયામા પહેલા નંબર પર આવે છે.

છેલ્લા ૧૨ વર્ષોથી જુડવા બાળકોના જન્મનુ પ્રમાણ ખુબ વધ્યુ છે

વર્ષ ૨૦૦૮ મા આ ગામમા ૩૦૦ બાળકો પર ૧૫ જુડવા બાળકો જન્મ્યા હતા. આ આંકડો વર્ષમા જન્મેલા જુડવા બાળકોમા સૌથી મોટો છે. અહી નવાઈની વાત તો એ છે કે આ ગામમા શાળા હોય, માર્કેટ હોય કે અન્ય કોઈ પણ જગ્યા હોય દરેક જગ્યાએ જુડવા બાળકો જ નજરે જોવા મળે છે. છેલ્લા ૧૨ વર્ષોમા આ સંખ્યામા ખુબ ઝડપથી વધારો થઈ રહ્યો છે.

છેલ્લા ૭૦ વર્ષોથી જન્મે છે જુડવા બાળકો

આ ગામના લોકોનુ માનવુ છે કે આ ગામમા જુડવા બાળકોના જન્મ થવાની શરુઆત લગભગ ૭૦ વર્ષ પહેલા શરુ થઈ હતી. આ ગામમા સૌથી ઉંમરલાયક જુડવા અબ્દુલ હમીદ અને તેમની જુડવા બહેન કુન્હી કદિયા છે. આ ગ્રામજનોનુ માનવુ છે કે આ પછી જ ગામમા જુડવા બાળકોના જન્મ થવાનુ શરુ થયુ હતુ. ગ્રામજનોનુ માનવુ એવુ પણ છે કે પહેલા ગામમા આટલી સંખ્યામા જુડવા બાળકોનો જન્મ થતો ન હતો. છેલ્લા ૧૨ વર્ષોથી જુડવા બાળકોના જન્મના પ્રમાણમા ખુબ ઝડપથી વધારો થયો છે.

જુડવા બાળકો જન્મવાનુ કારણે શું છે?

આ ગામમા આટલા જુડવા બાળકોના જન્મનુ કારણ હજુ સુશી ડોક્ટરો પણ સમજી શક્યા નથી . ડોક્ટરોએ પહેલા એવો તર્ક લગાવ્યો હતો કે ગ્રામજનોની ખાણી-પીણી અલગ હોવાને કારણે આ ગામમા જુડવા બાળકો જન્મી રહ્યા છે. જો કે બાદમા આ તથ્યને તેમણે નકારી દીધી હતી કારણ કે ગામના લોકોની ખાણી-પીણી બાકીના ગામ લોકો જેવી જ હતી અને તેમા કંઈ જ અલગ ન હતુ. પરંતુ હજુ સુધી ડોક્ટરો જુડવા બાળકો જન્મવાનુ કારણ શોધી શક્યા નથી.

ગ્રામજનોને કઈ છે બીજી સમસ્યા?

આ ગામના લોકો જુડવા બાળકોની સંખ્યા વધારે હોવાના કારણે ખુ જ હેરાન થાય છે. સૌથી વધારે મુશ્કેલી તો શાળામા થાય છે. અહી શિક્ષક બાળકોને ઓળખી જ નથી શકતા. આ ઉપરાંત સૌથી મોટી સમસ્યાએ એ પણ છે કે જો એક બાળક બીમાર થાય તો બીજુ બાળક પણ બીમાર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *