
દીવ પછી દમણમાં પણ ખૂબ જ મોટી દુર્ઘટના જોવા મળી રહી છે જ્યાં પેરા સેલિંગ કરતા ત્રણ મહિલાઓ નીચે પડી હતી. દમણમાં લોકો પોતાની રજાઓ માણવા જતા હોય છે પરંતુ આજે ખૂબ જ મોટી દુર્ઘટના જોવા મળે છે.
જ્યાં દમણમાં આવેલ જમપોર બીચ ઉપર ટૂરિસ્ટો માટે અનેક સુવિધાઓ કરવામાં આવેલી છે જ્યાં બોટિંગ થી લઈને પેરાગ્લાઈડિંગ ને અલગ અલગ વ્યવસ્થાઓ ના કારણે આજે સમગ્ર ગુજરાતમાં ટુરીઝમ પ્લેસ બન્યું છે પરંતુ આજે સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

દમણમાં આવેલા જમપોર બીચ ઉપર ત્રણ લોકો પેરા સેલિંગ ની મજા માણી રહ્યા હતા. પરંતુ તે સમયે અચાનક હવામાન પેરાશુટ પવન ના કારણે ફંગવા લાગ્યું હતું. ત્યારબાદ હવામાં ઉડી રહેલી ત્રણ મહિલાઓ અચાનક જ દોરી તૂટવાના કારણે નીચે પડ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા આ વિડીયો ઉતારવામાં આવ્યું હતો.
અને સોશિયલ મીડિયા ઉપર આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ મોટી દુર્ઘટનામાં સદ્નસીબે કોઈ ને જાનમાલને નુકસાન થયું નથી પરંતુ ગંભીર ઇજાઓ પહોંચવાના કારણે તાત્કાલિક ધોરણે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. વીડિયોમાં નજર આવી રહ્યું છે કે એક બાજુ નો દોરો તુટી જવાના કારણે ગંભીર અકસ્માત સર્જાયો છે.
1 વર્ષ પહેલા દીવ માં આવો બનાવ જોવા મળ્યો હતો જ્યાં પેરાશૂટ માં બેઠેલા કેટલાક પ્રવાસીઓને આ અકસ્માત નો સામનો કરવો પડ્યો હતો. એક દંપતી પેરાશૂટ માં બેસ્યા હતા પરંતુ દોરી તૂટવાના કારણે પેરાશૂટ નો કંટ્રોલ છૂટી ગયું હતું અને ત્યારબાદ આ દંપતી નીચે પડ્યા હતા પરંતુ કોઈ પણ ઈજા થઈ ન હતી અને પોતાનો જીવ બચી ગયો હતો. ત્યારબાદ આ દંપતી દ્વારા દીવ ટુરિઝમના અધિકારીઓ સાથે ભૂલ સ્વીકારવાને બદલે તોછડી ભાષામાં જવાબ આપી અને અભદ્ર વર્તન કર્યું હતું ત્યારબાદ દંપતીને ખૂબ જ હેરાન કરવામાં આવ્યા હતા.
દીવ બાદ દમણ માં બનેલી ઘટના જોઈ ને ટુરીઝમ સેન્ટર ઉપર અનેક પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા છે. પરંતુ હજુ સુધી તેમને કોઈ ચોક્કસ જવાબ આપ્યો નથી. પ્રવાસીઓ જોડે ખૂબ જ મોટી ફી વસુલ કરવામાં આવે છે. પરંતુ તેમના જીવ ને કોઇ સલામતી લેવામાં આવતી નથી ત્યારબાદ હવામાન વિભાગ દ્વારા બે દિવસે આગાહી હોવાના કારણે પહેલા પેરાસેલિંગ ચાલુ રાખવામાં આવી રહી છે. તંત્ર દ્વારા હજુ સુધી કોઇ ગંભીરતાથી લેવામાં આવ્યા નથી અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો નથી.