
બિહારમાં આવેલો માધેપુરા જિલ્લામાં પોલીસે એક ઢોંગી બાબા ને ગિરફ્તાર કર્યો છે. જે લોકોને જડીબુટ્ટી ના નામ ઉપર સંતાન પ્રાપ્તિ થાય તેવો દાવો કરતો હતો. મહિલાઓ જોડે દુષ્કર્મ ગુજારતો હતો. પોલીસે તપાસ હાથ ધરી ઢોંગી બાબા ની ધરપકડ કરી છે. આ ઢોંગી બાબા આલમ નગરમાં રહેતો હતો. પોલીસને આ વાતની જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
સ્થાનિક લોકોનું કહેવું હતું કે ઢોંગી બાબા લોકોને પોતાની વાતમાં લે છે અને ત્યારબાદ નિસંતાન મહિલાઓ જોડે દુષ્કાળમાં ગુજારે છે. મહિલાઓને જડીબુટ્ટી નામ ઉપર કોઈ નશીલો પદાર્થ ખવડાવી દે છે ત્યારબાદ તે મહિલા બેહોશ થઈ જાય એટલે તેના જોડે દુષ્કર્મ ગુજારી લે છે. પોલીસ અધિકારીનું કહેવું છે કે આ ઢોંગી બાબા ના ઘરેથી મહિલાઓના ફોટા મળ્યા છે અને આ લોકોને સંતાનપ્રાપ્તિની આશા આપીને પૈસા પણ પડાવતો હતો.
5મી મેના દિવસે એક મહિલાએ આ ઢોંગી બાબા ઉપર પોલીસ કેસ કરી દીધું છે. મહિલાનું કહેવું છે કે લગ્નના બહુ વર્ષો પછી પણ અમારે સંતાન થતુ ન હતું એ કારણથી અમે ખૂબ જ ચિંતામાં હતા અને ઢોંગી બાબા જોડે ગયા ત્યાર બાદ ઢોંગી બાબા એ મારા જોડે દુષ્કર્મ ગુજારી લીધું હતું આ વાતની જાણ પોલીસને થતા પોલીસે ઢોંગી બાબા ને તાત્કાલિક ધોરણે ધરપકડ કરી હતી .