ઘી સાથે આ વસ્તુનું મિશ્રણ અપાવશે ડાયાબીટીસ અને કોલેસ્ટ્રોલથી હમેંશા માટે છુટકારો, વાંચો આ લેખ અને જાણો

ભારતીય ભોજનમાં ઘી નો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. ઘી ખોરાકનો સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ લાભદાયી છે. હેલ્થ એક્સપર્ટ નું કહેવું છે કે ઘી સાથે ઘણી વસ્તુઓ મિક્સ કરીને તેનુ સેવન કરવાથી વધારે ફાયદો થાય છે. ઘી સાથે આ વસ્તુ નું મિશ્રણ કરીને તેનું સેવન કરવામાં આવે તો શરીરને ઘણા લાભ થાય છે.

હળદરવાળુ ઘી :

હળદર વાળું ઘી ઝડપથી વજન ઘટાડે છે અને નવી રક્ત કોશિકાઓ બનાવવા માટે પણ ઉપયોગી થાય છે. તે હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ઘણું સારું માનવામાં આવે છે. તે કિડનીના ફંકશન માં પણ સુધારો કરે છે અને શરીરની બળતરા ને દૂર કરે છે.

તુલસીવાળુ ઘી :

જે લોકો ઘરે ઘી બનાવતા હોય તેમને ખ્યાલ હશે કે ઘી બનાવતા સમયે તેમાંથી ઉગ્ર ગંધ આવે છે. જો ઘી બનાવતા સમયે તમે તેમાં તુલસીના પાન ઉમેરી દેશો તો આ ગંધ નહીં આવે અને ઘીની ગુણવત્તા પણ સુધરી જશે. તુલસીના પાન માં રહેલા ગુણ ધીમા ઉમેરાઇ જશે જેથી આ ઘી ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે સારું કામ આપશે. તે ફ્લૂ, સુગર, રેસ્પિરેટરી થી જોડાયેલી સમસ્યા વગેરે માટે ખૂબ જ લાભદાયી છે. તુલસી અને ઘીનું સાથે સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા બધા લાભ થાય છે.

કપૂરવાળું ઘી :

કપૂર અને ઘીનું કોમ્બિનેશન ખૂબ જ સારું માનવામાં આવે છે. કપૂર સ્વાદમાં કડવું હોય છે પરંતુ તે વાત, પિત્ત અને કફ દોષ ને શાંત કરે છે. કપૂર અને ઘીનું સાથે સેવન કરવાથી ડાયજેશન સિસ્ટમ સુધરે છે. આંતરડાને સાફ કરે છે અને તાવ, હાર્ટ અટેક, અસ્થમા જેવી સમસ્યાથી રાહત આપે છે. કપૂર અને ઘીની સાથે સેવન કરવાથી ઘણી બીમારીઓ થી બચી શકાય છે.

લસણવાળું ઘી :

ગાર્લિક બટર ની જેમ લસણ વાળું ઘી ની સુગંધ અને સ્વાદ પણ સારો હોય છે. લસણ અને ઘી ના ગુણ સાથે મળીને બ્લડ પ્રેશર જેવી સમસ્યાને દૂર રાખે છે. લસણ અને ઘી ના મિશ્રણમાં ઇન્ફ્લેમેટરી ગુણો વધારે હોય છે તેથી તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. ઘણા લોકો શરદી હોય ત્યારે લસણની કળીઓને ઘીમાં શેકીને તેનુ સેવન કરે છે તે શરદીમાં રાહત આપે છે. તે કફ ને પણ બહાર કાઢી નાખે છે.

તજવાળુ ઘી :

તજ માં રહેલા એન્ટીવાયરલ અને એન્ટી બેક્ટેરિયલ તત્વ આપણને ઘણી બીમારીઓ સામે રક્ષણ આપે છે તેથી જ તજનું ઘી સાથે સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. તે સુગર લેવલને ઘટાડવામાં ઉપયોગી થાય છે તેમજ પેટના દુખાવા થી પણ રાહત આપે છે. ઘી માં તજ નો ભૂકો નાખી ને થોડીવાર માટે ગરમ કરો ત્યારબાદ તેને ઠંડુ કરીને તેનો ઉપયોગ કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *