ઘૂંટણનો કરશે અસરકારક રીતે ઈલાજ, આજે જ જાણો આ છોડ અને તેનાથી થતા ફાયદા વિશે, બસ એકવાર કરો ઉપયોગ અને મેળવો દર્દથી આજીવન મુક્તિ

ઘૂંટણનો દુખાવો આજે મોટાભાગના લોકોમાં જોવા મળે છે. તે સામાન્ય સમસ્યા બની ગયો છે. મોટાભાગે આ દુખાવો વૃદ્ધ અને વયસ્ક લોકોમાં જોવા મળે છે. પુરુષો કરતાં સ્ત્રીઓ ઘૂંટણનો દુખાવો વધુ પ્રમાણમાં થાય છે. તેનાથી ચાલવામાં અને બેસવામાં તકલીફ થાય છે. આજે આપણે આ ઘૂંટણના દુખાવા ને દૂર કરવા માટે કેટલાક ઘરેલુ અને આયુર્વેદિક ઉપચાર વિશે જાણીશું.

કોઈપણ સાંધાના દુખાવા ઓસ્ટિયોપોરોસિસ ને લીધે થાય છે. શરીરમાં કેલ્શિયમની કમી ના લીધે હાડકા નબળા પડે છે. તેના લીધે સાંધાના દુખાવા થાય છે. આ દુખાવાથી રાહત મેળવવા માટે ઘણા લોકો તેલ નો ઉપયોગ કરે છે, તો ઘણા લોકો દવા નો. પરંતુ આ દવા શરીરને આડ અસર કરે છે.

આ કારણોસર જ તેનો ઉપયોગ કરવો નુકસાનકારક સાબિત થઈ શકે છે. આજે આપણે ઘરે કોઈ દવા વગર સાંધાના દુખાવા દૂર કરવા માટે આયુર્વેદિક ઉપચાર જોશું. જેના ઉપયોગથી લાંબા સમયથી ચાલતા દુખાવો પણ દૂર થઈ જશે. તેમજ તેની કોઈ આડઅસર પણ નહીં થાય. તો ચાલો આ ઉપાય શું છે તે જોઈએ.

તમે આંકડાનો છોડ તો જોયો જ હશે. પરંતુ તેના ફાયદા વિશે તમે કદાચ જ સાંભળ્યું હશે. તે આંક આખા, આકાંડ તેમજ મદાર વગેરે નામથી જાણીતું છે. તેના પાન પહોળા, જાડા અને પીથી હોય છે. તેના ફૂલ ખૂબ જ સુંદર સફેદ, જાંબુડિયા અને ગુલાબી આ રંગો ના મિશ્રણથી બનેલ હોય છે. તેના ફૂલ હનુમાનજીને ખૂબ પ્રિય માનવામાં આવે છે.

આ છોડનો દરેક ભાગ ઔષધીય ગુણ ધરાવે છે. તેનો ઉપયોગ ઘણી આયુર્વેદિક દવામાં કરવામાં આવે છે. આજે આપણે ઘૂંટણ ના દુખાવાથી રાહત મેળવવા માટે તેનો કઈ રીતે ઉપયોગ કરવો તેના વિશે જાણીશું. ઘૂંટણના દુખાવા દૂર કરવા માટે આકના ફૂલો ખૂબ ઉપયોગી થાય છે. તે થોડી વારમાં જ દુખાવો ગાયબ કરી દે છે અને હાડકાને વીજળી જેવા મજબૂત બનાવે છે.

આ ફૂલનું તમારે પાણી બનાવવું પડશે. તેના માટે એક પાત્રમાં પાણી લઈ તેને ગરમ કરવા મૂકો. ત્યારબાદ તેમાં આકના ૧૫-૨૦ ફૂલ ઉમેરો. આ પાણીને બરાબર રીતે ઉકાળો. ઉકળી જાય પછી તેને ગાળી લો. આ પાણી વડે દિવસમાં ૨ વાર ઘૂંટણને સંકોચો. દરરોજ નિયમિત રીતે આ ઉપાય કરવાથી થોડા જ સમયમાં તમારા ઘૂંટણ ના દુખાવા ગાયબ થઈ જશે.

તેના માટે આંકડા નું મોટું પાન લો. તેમાં એક બાજુ સરસવનું તેલ લગાવો અને બીજી બાજુ અને તાવડીમાં મૂકી ગરમ કરો. આ પાનને ઘૂંટણ પર દુખતા ભાગ પર દોરીની મદદથી બાંધી દો. આ ઉપાય દરરોજ કરવાથી ઘૂંટણના દુખાવામાં થોડા જ સમયમાં ફાયદો થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *