ગુજરાતની પ્રખ્યાત ખીચડી કે જેને એક વાર ચાખી વારંવાર ખાવાનુ મન થાય, જાણો તેને બનાવવાની રીત

ભારત મા ખીચડી એ ભારતીયો નો એક પારંપરિક ખોરાક છે. સમગ્ર દેશ ના દરેક ખુણા મા ખીચડી તો બનાવવા મા આવે જ છે. કોઈ રાજ્ય, કોઈ પ્રજાતિ કે કોઈ પણ ધર્મ ના વ્યક્તિઓ તમને જોવા નહીં મળે કે જે ખિચડી બનાવતા ન હોય. તો આનાથી આપણે ખીચડી ને આપણુ રાષ્ટ્રીય ભોજન કહીને પણ સંબોધી શકીએ છીએ. ભારત જેમ જુદા-જુદા રીત ભાત વાળો દેશ છે તેમ અહિયાં ખીચડી પણ જુદી-જુદી રીતે બનાવવા મા આવે છે. જેમ ચોખા તેમજ મગ ની દાળ સાથે બીજા ઘણા પ્રકાર ની વસ્તુઓ ભેળવી ને પણ ખીચડી બનાવવા મા આવે છે.

ભારત મા એવા ઘણા મંદિરો તમે જોઈ શકો છો કે જ્યાં ખીચડી ને પ્રસાદ સ્વરૂપે પણ બનાવવા મા આવે છે. તેમજ લાખો ભાવિક ભક્તો આ ખીચડી નો પ્રસાદ આરોગી તૃપ્ત થાય છે. આપણે ઘણી જુદા-જુદા સ્વાદવાળી તેમજ જુદી-જુદી વસ્તુઓ નાખેલ ખીચડી ખાધી હશે. પણ આજ ના આ આર્ટીકલ મારફતે એક એવી ખીચડી ની રીત જણાવવા જઈ રહ્યા છીએ કે જે ખાઈ ને તમને બીજી કોઈપણ પ્રકાર ની ખીચડી નહીં ભાવે તો ચાલો જાણીએ શું છે આ ખીચડી બનાવવા ની રીત

આ ખીચડી બનાવવા માટે ની સામગ્રી:-

અધડો કિલો ચોખા, ૧૦૦ ગ્રામ મગ દાળ, ૫૦ ગ્રામ અડદ દાળ, એક ઝીણી સમારેલી ડુંગળી, એક ઝીણા સમારેલા ટમેટા, એક ચમચી ગરમ મસાલો, ઝીણા કટકી કરેલા મરચા, બે સુકાયેલા લાલ મરચા, એક કટકો આદુ નો, અડધી ચમચી હળદર, લીલા ધાણા વઘાર માટે થોડા પાન મીઠા લીમડો, એક મોટો ચમચો તેલ તેમજ નમક સ્વાદ અનુસાર.

આ ખીચડી બનાવવા ની રીત :

સવ પ્રથમ તો તમામ દાળ ને પાણી થી બરાબર ધોય લેવી. ત્યારબાદ ગેસ પર કુકર મૂકી તેમા એક મોટી ચમચી તેલ ઉમેરો. આ તેલ થોડું ગરમ થવા લાગે એટલે તેમા જીરૂ, બીજા ગરમ મસાલા તેમજ લાલ મરચા નો વઘાર કરો. ત્યારબાદ તેમા ઝીણી સમારેલી ડુંગળી તેમજ ઝીણા સમારેલા ટમેટા સાથે સપ્રમાણ હળદર, ધાણાજીરું અને મીઠા લીમડા ના પાન નાંખી તેને બરાબર પાકવા દો.

હવે જ્યારે ટામેટા તેમજ ડુંગળી બરાબર ચડી જાય અને આછા ગુલાબી રંગ ના થઈ જાય તો તેમા બધી જ ઉપરોક્ત જણાવેલ દાળો ને એક-એક કરીને ઉમેરો અને કુક્કર ને દાળ ત્રણ આંગળા ડૂબે ત્યાં સુધી પાણી થી ભરી દો. હવે તેમા ઉપર થી સ્વાદ મુજબ નમક ઉમેરી શકો છો. આટલું કર્યા બાદ કુકર ને ઢાંકી દો અને આ બનવેલ મિશ્રણ ને બરાબર પાકવા દો. ઓછા મા ઓછી ત્રણ સીટી સુધી આ ખીચડી ને બરાબર ચડવા દો.

આ ત્રણ સીટી વાગી જાય તો પછી ગેસ ને બંધ કરી ને આ બનાવેલ ખીચડી ને બરાબર મોટી ચમચી થી હલાવી એક થાળી મા તેને કાઢી ને તેમા ઉપર થી ધાણાભાજી તેમજ લીલા મરચા નું ગાર્નિશિંગ કરી ગરમા-ગરમ પીરસો. આ રીતે તૈયાર છે આ વઘારેલી તેમજ એકદમ ચટપટી ખીચડી કે જેને ખાઈ ને તમે આંગળા ચાટતા રહી જશો અને બીજી ખીચડીઓ ને ભૂલી જશો.

Leave a Reply

Your email address will not be published.