હાલ અંગ્રેજી બોલવામાં ભલભલા લોકો થરથરી જાય છે ત્યાં આ દાદીનું ફડફડાટ અંગ્રેજી સાંભળીને રહી જશો તમે પણ દંગ

અભ્યાસ થી લઈને ગીત-સંગીત સુધીના દરેક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં રહે છે. તેવામાં એક દાદી નો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ચાલી રહ્યો છે, તમને થશે કે આ દાદી એ એવું શું કર્યું હશે જેથી સોશિયલ મીડિયા પર તેની ચર્ચા થઈ રહી છે. તમને જણાવી દઇએ કે આ વીડિયોમાં એક દાદી કડકડાટ અંગ્રેજી બોલતા જોવા મળ્યા છે. સૂત્રો દ્વારા જાણ થઈ છે કે અંગ્રેજી બોલતા દાદી નું નામ ભગવાની છે. તેનો વિડીયો આઇપીએસ અરુણ બોથરા એ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

દાદી ના વાયરલ વીડિયોમાં તેણે સફેદ શર્ટ અને લાલ સાડી પહેરેલી છે. આ વીડિયોમાં કોઈ વ્યક્તિ દાદીમાને મહાત્મા ગાંધી વિશે બોલવાનું કહે છે. ત્યારે દાદી અંગ્રેજીમાં બોલવાનું શરૂ કરે છે. તેઓ કહે છે કે મહાત્મા ગાંધી વિશ્વના મહાન વ્યક્તિ હતા. તેમને હિંદુ અને મુસ્લિમ બંને લોકો પ્રિય હતા. તેઓ રાષ્ટ્ર પિતા તરીકે ઓળખાતા. આ સાથે કંટીન્યુ કરતા તેમણે ગાંધીજીના જીવન વિશે વાત ચાલુ રાખી.

દાદીના આ વાયરલ વિડીયો પર ૧.૬ લાખ થી પણ વધારે વ્યુ આવ્યા છે અને ૧૦ હજારથી પણ વધારે લાઇક્સ મળી છે. દાદીનો આ ટેલેન્ટ જોઈને ઘણા બધા યુઝરે કોમેન્ટ પણ કરી છે. આઈપીએસ ઓફિસર અરુણે સોશિયલ મીડિયા પર દાદીનો આ વિડિયો શેર કરતા તેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરૂરને ટેગ કર્યા હતા અને પૂછ્યું હતું કે આ દાદી ને તેના ઇંગ્લીશ માટે કેટલા માર્ક્સ આપશો?

આ પોસ્ટમાં શશી થરુરને ટેગ કરવાનું કારણ હતું કે તેમનું અંગ્રેજી ખૂબ જ સારું છે. શશી થરૂર ઘણી વખત તેની ટ્વિટર પોસ્ટ માં અંગ્રેજીમાં ટ્વીટ કરે છે જેના માટે સારા સારા માણસોને ડીક્ષનરી જોવી પડે છે. તેથી અરુણે તેને આ દાદી ના અંગ્રેજી બોલતા વીડિયોમાં ટેગ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *