હવે ઘરે જ બનાવો સુરત શહેરનો પ્રખ્યાત ટેસ્ટી લોચો, લોકો આંગળ ચાટતા રહેશે

ગુજરાત માં સિટિ પ્રમાણે અલગ અલગ વાનગીવો પ્રખ્યાત હોય છે. તેવીજ રીતે આવે આપણે વાત કરવાની છે સુરત સિટિ ના પ્રખ્યાત એવા લોચા ના રેસીપી ની. સાથે જ તે ઝડપથી બની જાય છે. તો ચાલો જોઇએ કેવી રીતે બનાવાય સુરતી લોચો. સુરતી લોચો સુરત પ્રખ્યાત વાનગી છે.

સામગ્રી :

 • એક બાઉલ ચણાની દાળ
 • એક ચમચી ચણાનો લોટ
 • એક નંગ લીલા મરચું ક્રશ કરેલું
 • અડધી ચમચી હળદર
 • અડધી ચમચી ઇનો
 • સ્વાદ મુજબ મીઠું
 • અડધી ચમચી જીરા પાઉડર
 • સ્વાદ મુજબ મુજબ સંચળ
 • એક નંગ ડુંગળી
 • સ્વાદ અનુસર ઝીણી સેવ
 • ત્રણ ચમચી તેલ
 • બે ચમચી કોથમીરની ચટણી
 • એક ચમચી લીંબુનો રસ
 • અને થોડી કોથમીર

રીત :

આ માટે પહેલા ચણા ની દાળને ૪-૫ કલાક સુધી પલાળો. બાદમાં તેના ૧ ચમચી ચણાનો લોટ, નમક ઉમેરી પીસી લો. તેમાં થોડો ઇનો અને હળદર ઉમેરીને અડધો કલાક રહેવા દો. ત્યાર પછી આ ખીરાને થોડૂક ઢીલું કરો. તેમાં લીલું મરચું અને હળદર ઉમેરો.

હવે તેને એક ઢોકળાના વાસણ માં પાણી ઉમેરીને ડીશ પર તેલ લગાવી ચીકણી કરી લો.પાણી ગરમ થાય એટલે તૈયાર ખીરૂ ઉમેરો. હવે દસ મિનીટ સુધી મિશ્રણ ગરમ થવા દો. પછી તેમાં ચપ્પુ નાખીને જુઓ જો તે ચોંટે તો હજુ વધુ ગરમ થવા દો. નહીતર તેને એક પ્લેટમાં નીકાળી લો.

હવે આ લોચાને એક ડીશમાં રાખી અને તેને વચ્ચેથી થોડોક કટ કરી લો. ઠંડા થયા બાદ તેનો ભૂકો કરી લો. હવે એક બાઉલમાં લાલ મરચું, સંચળ, જીરું, મરી પાઉડર, મીઠું નાખીને મિશ્રણ તૈયાર કરો અને જરૂર પ્રમાણે લોચા પર ભભરાવો.

હવે સ્વાદ માં સુગંધ મેળવવા માટે ઉપર તેલ, કોથમરીની ચટની અને ઝીણી સેવ તેમજ સમારેલી ડુંગળિ ઉમેરી લો અને કોથમરીથી ગાર્નિશ કરી લો. તૈયાર છે લોચો. તે સિવાય તમે અંદર દાડમના દાણા પણ ઉમેરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.