જાણો વિશ્વ ના એક સૌથી મોંઘા સર્પ વિશે કે જેનું મૂલ્ય સાંભળીને તમે થઈ જશો આશ્ચર્યચકિત

મિત્રો , સામાન્ય રીતે સર્પ નું નામ સાંભળી ને પણ લોકો ના મોઢા પર ડર છવાઈ જતો હોય છે. આપણે સર્પ વિશે ની અનેક ગાથાઓ સાંભળી હશે અને આપણે સૌ જાણીએ છીએ કે અમુક સર્પ તો એટલા જેરીલા હોય છે કે જેના એક દંશ માત્ર થી માણસ મૃત્યુ ને ભેંટી જાય છે. પરંતુ , શું તમને ખ્યાલ છે કે વિશ્વ માં આવા અમુક સર્પો નું મૂલ્ય લાખો માં નહીં પણ કરોડો માં અંકાય છે. આ એક સર્પ તમને રોડપતિ માથી કરોડપતિ બનાવવા ની ક્ષમતા ધરાવે છે.


આ સર્પો માનો એક સર્પ છે ગ્રીન ટ્રી પાયથોન. આ ગ્રીન ટ્રી પાયથોન ને હાલ વિશ્વ નો સૌથી મોંઘો સર્પ ગણવા માં આવે છે. આ સર્પ ની સૌથી મોટી કોઈ વિશેષતા અથવા તો આકર્ષણ હોય તો તેનો આ લીલો રંગ. ધ રિચેસ્ટ ડોટ કોમ વેબસાઇટ કે જે વિશ્વ ની મોંઘી વસ્તુઓ પર અવરનવાર અહેવાલો રજૂ કરતાં રહેતા હોય છે તેમના મત અનુસાર આ પાયથોન સર્પ એ હાલ ખૂબ જ ઓછા દેખાય છે.

તેમના મત મુજબ આ સર્પ મળવા દુર્લભ છે અને આ કારણે જ તેનું મૂલ્ય હાલ કરોડો માં અંકાઇ રહ્યું છે. વિશ્વ ની સૌથી મોંઘી ગણાતી પ્રજાતિ ના આ સર્પ મુખ્યત્વે હાલ ઇંડોનેશિયા ના ટાપુઓ , ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયા માં જોવા મળી રહે છે. જે લોકો સર્પ પર રિસર્ચ કરી રહ્યા છે તે લોકો માં આ સર્પ પર રિસર્ચ કરવા માટે નો ભારે ઉત્સાહ રહેલો હોય છે.

ગ્રીન ટ્રી પાયથોન સર્પ વિશે થોડી વિસ્તૃત માહિતી મેળવીએ તો આ સર્પ ૨ મીટર જેટલી લંબાઈ ધરાવતો હોય છે અને તેનું વજન અંદાજિત ૧.૫ કિલો જેટલું હોય છે. આ સર્પો માં ફિમેલ ગ્રીન ટ્રી પાયથોન વધુ પડતાં લાંબા અને વજન માં ભારે હોય છે. અમુક વિકસિત દેશો ના વન વિસ્તાર માં આ સર્પ ની પ્રજાતિ નજરે જોવા મળે છે.

જો સર્પ ના આહાર વિશે વાત કરીએ તો તે સરિસૃપ અને સસ્તન પ્રાણીઓ ની યાદી માં સમાવિષ્ટ થાય છે એટલે મુખ્યત્વે તેઓ કીડા અને મકોડા નું સેવન કરીને પોતાનું ભરણપોષણ કરે છે. ઇંડોનેશિયા માં આ સર્પ ખૂબ જ પ્રખ્યાત છે અને તેની માંગ અને મૂલ્ય પણ આ દેશ માં ખૂબ જ વધારે છે જેથી આ દેશ માં આ ગ્રીન ટ્રી પાયથોન સર્પ ની કાળાબજારી પણ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *