
ઉનાળાની શરૂઆત થતાં જ લોકો હિલ સ્ટેશન માં ફરવાનું ખૂબ જ પસંદ કરતા હોય છે. ગુજરાતી લોકો ને સૌથી વધુ પસંદ સાપુતારા આવી રહ્યું છે. કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો ખૂબ જ વધુ પસંદ કરતા હોય છે. કોરોના સમય દરમિયાન સાપુતારામાં ખૂબ જ સન્નાટો છવાઇ ગયો હતો પરંતુ આ વર્ષે પ્રવાસીઓ અહીંયા ખૂબ જ ધૂમ મચાવી રહ્યા છે.
કોરોના મહામારી દરમિયાન હોટેલ અને ટુરિઝમ વિભાગ ઉપર ખૂબ જ મોટી અસર જોવા મળી હતી પરંતુ હવે સાપુતારા સહિત ડાંગના અનેક વિસ્તારોમાં દૂર-દૂરથી લોકો પોતાની રજાઓ માણવા આવી રહ્યા છે. ગુજરાતના અન્ય પર્યટક સ્થળ કરતા સાપુતારામાં લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે.
જ્યાં અનેક એડવેન્ચરપાર્ક છે જે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યું છે અને જ્યાં એક તળાવ આવેલું છે જ્યાં લોકો બોટિંગ કરવાનું ખૂબ જ વધુ પસંદ કરી રહ્યા છે.
ઉતારા દક્ષિણ ગુજરાતમાં આવેલ ખૂબ જ મોટું હિલ સ્ટેશન છે. જે જમીનથી એક કિલોમીટર જેટલી ઊંચાઈએ આવેલ છે.
અહીંયા ફરવા માટે અનેક સ્થળો આવેલા છે જેમકે સનરાઇઝ પોઇન્ટ, નૌકાવિહાર સાપુતારા તેમજ આદિવાસી સંગ્રહાલય, માછલીઘર ઇકો પોઇન્ટ મધ ઉછેર, અંબિકા દર્શન ,લેક ગાર્ડન, સાઈબાબા મંદિર આયુર્વેદિક દવાનો સ્પા ટેબલ પોઈન્ટ વગેરે સ્થરો સાપુતારાની સુંદરતામાં ખૂબ જ વધુ પ્રભાવ પાડે છે.
સાપુતારામાં ખૂબ જ સુંદર બગીચાઓ અને તળાવો આવેલા છે . વાસના ખૂબ જ મોટા જંગલો છે. સમગ્ર ગુજરાતમાં વાસ સાપુતારા થી પૂરો પાડવામાં આવે છે.