કાવ્ય ને સબક શીખવવા વનરાજ ચાલશે નવી ચાલ, બનશે શહેરનો સૌથી મોટો બિઝનેસ ટાયકૂન

સ્ટાર પ્લસની લોકપ્રિય સિરિયલ અનુપમાની સ્ટોરી દિવસેને દિવસે વધુ ને વધુ રસપ્રદ બની રહી છે. આ ટીવી સિરિયલમાં આવતા નવા નવા ટ્વિસ્ટ અને ટર્ન્સ દર્શકોને પોતાની તરફ આકર્ષવામાં સફળ થઈ રહ્યા છે. જ્યારથી કાવ્યાએ શાહ હાઉસ પર પોતાનો અધિકાર જમાવ્યો છે ત્યારથી આ સિરિયલની સ્ટોરી ખૂબ જ ગંભીર થઈ ગઈ છે.

એકબાજુ જ્યાં અનુપમા કાવ્યાના પગલાથી ચોંકી જાય છે, તો વનરાજ ભાંગી પડે છે. વનરાજ હવે પરિવારમાં પોતાનું માન પાછું મેળવવા અને કાવ્યાને પાઠ ભણાવવા માટે એક નવી ચાલ ચાલવાની તૈયારી કરી રહ્યો છે. અનુપમા ટીવી સિરિયલનો આગામી એપિસોડ ખૂબ જ રસપ્રદ બનવાનો છે કારણ કે વનરાજ આગામી એપિસોડમાં નવા લુકમાં જોવા મળશે.

શાહ પરિવાર આપશે વનરાજને અન્ય એક મોકો: જ્યારથી કાવ્યાએ શાહ હાઉસનો કબજો લીધો છે ત્યારથી વનરાજ પોતાનું જીવન પહેલા જેવું જ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. જેના માટે વનરાજ શાહ પરિવારને બીજી તક આપવા વિનંતી કરે છે. તે અનુપમાની મદદ લે છે, ત્યારબાદ અનુપમા શાહ પરિવારની સામે વનરાજને ટેકો આપે છે અને બાપુજીની સામે હાથ જોડીને વનરાજને તક આપવા વિનંતી કરે છે.

એ પછી બાપુજી અનુપમાને કહે છે કે તે આમ કરશે પણ જ્યારે અનુપમા અનુજને તેના જીવનસાથી તરીકે પસંદ કરવા તૈયાર હોય ત્યારે જ. હવે આવનારા એપિસોડ્સમાં ખબર પડશે કે અનુપમા અનુજને તેના જીવનસાથી તરીકે પસંદ કરવા તૈયાર થશે કે નહીં.

વનરાજનો નવો લુક: એક તરફ જ્યાં બાપુજી અનુજ અને અનુપમાનું મડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે વનરાજ કાવ્યા પર બદલો લેવા માટે નવી યોજના બનાવી રહ્યો છે. કાવ્યા સાથે બદલો લેવા માટે વનરાજ શહેરનો સૌથી મોટો બિઝનેસ ટાયકૂન બનવા જઈ રહ્યો છે. વનરાજ પહેલેથી જ બધું ગુમાવી ચૂક્યો છે પણ હવે તે હાર નહીં માને અને કાવ્યાને પાઠ ભણાવવા માટે નવી યોજના બનાવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *